Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૮ बाले वुड्ढे नपुंसे अ, कीबे जड्डे अ वाहिए । तेणे रायावगारी अ, उम्मत्ते अ अदंसणे ॥ ( प्र० सारो० ७९० ) સંબોધ પ્રકરણ दासे दुट्ठे अ मूढे अ, अणत्ते जुंगिए इअ । ओबद्ध अ भए, सेहनिप्फेडिआ इअ ॥ ( प्र० सारो० ७९१ ) इअ अट्ठारस, भेआ, पुरिसस्स तहित्थिआए ते चेव । ગુજ્વિળી સવાનવચ્છા, યુન્નિ રૂમે હૈંતિ અન્ને વિ (પ્ર૦ સો૦ ૭૧૨) વ્યાખ્યા— ૧. બાલ-અહીં (દીક્ષા વિષયમાં) જન્મથી આઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બાલ કહેવાય છે, તે દીક્ષાને અંગીકાર કરી શકતો નથી. કારણ કે—આઠ વર્ષથી ઓછી ઉંમરમાં સઘળા ય જીવોને તથાવિધ જીવસ્વભાવે જ દેશવિરતિની કે સર્વવિરતિની પ્રાપ્તિનો-તેના (પરિણામનો) અભાવ હોય છે. કહ્યું છે કે— एएसि वयपमाणं अट्ठसमाउत्ति वी अरागेहिं । भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लो त्ति ॥ (પંચવર્તુ૦ ૦૬૦) અર્થ– શ્રી જિનેશ્વરોએ દીક્ષાને યોગ્ય દ્રવ્યલિંગ (સાધુવેશ) ધારણ કરવા માટે ઓછામાં ઓછું મનુષ્યની વયનું પ્રમાણ આઠ વર્ષનું અને ઉત્કૃષ્ટથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીનું કહ્યું છે. અન્ય આચાર્યો તો ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા માન્ય કરે છે. તેનું કારણ શ્રીનિશીથ ચૂર્ણિમાં કહ્યું છે—“આરેસેળ વા રામદુમસ વિવત્તિ'' અર્થાત્ વિકલ્પે ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા હોય છે.' અહીં પ્રશ્ન થાય કે—ભગવાન શ્રીવજસ્વામીની દીક્ષા સાથે તો આ વાત ઘટતી નથી ? કારણ કે—“છમાસિર્ગ મુ નય, મા સમન્નિગ વવે' અર્થાત્ ‘છ મહિનાની ઉંમરે છ કાયની જયણામાં યતનાવાળા એવા શ્રીવજસ્વામીને તથા તેઓની માતાને પણ હું વંદન કરું છું' એમ કહેલું છે તેથી તેઓ છ મહિનાની ઉંમરમાં દીક્ષિત થયા હતા એવું સૂત્રનું પ્રમાણ છે, તેનું શું ? તેનું સમાધાન એ છે કે તેવો પ્રસંગ કોઇક વાર જ બનતો હોવાથી ઉપર જણાવેલી ઉંમરમાં કંઇ દોષ નથી. પૂ. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે— For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342