Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૩૦૨ સંબોધ પ્રકરણ (૧૦) દૃષ્ટિ વિનાનો— અહીં બાહ્યદષ્ટિ (નેત્રો) જેને ન હોય તેવો (દ્રવ્ય) અંધ તથા અંતરદષ્ટિ એટલે સમ્યક્ત્વ જેને ન હોય તેવો સ્થાનદ્ધિ નિદ્રાવાળો પણ (ભાવથી) અંધ. એમ નેત્રથી અંધ અને સ્યાનદ્ધિ નિદ્રાવાળો મિથ્યાર્દષ્ટિ, એ બંનેને દીક્ષા આપવાથી પણ અનર્થ જ થાય. માટે તે અયોગ્ય છે. (૧૧) દાસમાં કોઇના ઘરની દાસીનો પુત્ર અથવા દુષ્કાળ વિગેરેમાં ધન વિગેરેથી ખરીદ કરેલો હોય તેવો દાસ, તેને દીક્ષા આપવાથી તેનો માલિક ઉપદ્રવ કરે, એ પણ સ્પષ્ટ જ છે. (૧૨) દુષ્ટ– દુષ્ટના બે પ્રકારો, ૧. કષાયદુષ્ટ અને ૨. વિષયદુષ્ટ, તેમાં પહેલો ઉત્કૃષ્ટકોપવાળો, બીજો પરસ્ત્રી વિગેરેમાં અતીવ આસક્ત, એમ અતિ સંક્લિષ્ટ અધ્યવસાયને કારણે બંનેય પ્રકારનો દુષ્ટ દીક્ષા માટે અયોગ્ય જાણવો. (૧૩) મૂઢ– સ્નેહરાગ કે અન્નાનાદિને વશ પરતંત્રપણાથી યથાર્થ સ્વરૂપે વસ્તુને જાણવા સમજવામાં શૂન્ય મનવાળો તે ‘મૂઢ' જાણવો. તેવો પણ જ્ઞાન અને વિવેકમૂલક ભાગવતીદીક્ષામાં અધિકારી નથી, અર્થાત્ દીક્ષામાં મૂળ યોગ્યતારૂપે જ્ઞાન અને વિવેક છે, તેના અભાવે તે અનધિકારી છે. (૧૪) દેવાદાર– જેને માથે બીજાનું દેવું હોય, તેને પણ દીક્ષા આપવાથી લેણદાર તરફથી પરાભવ થાય તે સ્પષ્ટ જ છે. (૧૫) જુંગિત— જાતિથી, કર્મથી અને શરીર વિગેરેથી દૂષિત હોય તે ‘જુગિત’ કહેવાય. તેમાં ચંડાળ, કોલિક, ગરૂડ (બરૂક), સૂચક, છિમ્પા વિગેરે જેઓ અસ્પૃશ્ય મનાય છે, તેઓ જાતિભુંગિત, સ્પૃશ્ય છતાં કસાઇનો, શિકારનો, વિગેરે નિંદિત ધંધો કરનારા તે ‘કર્મજંગિત’ અને પાંગળા, કુબડા, વામણા, કાન વિનાના-મ્હેરા, વિગેરે ‘શરીર ગિત’ ૧. સ્થાનદ્ધિં નિદ્રાવાળો દિવસે ચિંતવેલાં શત્રુને મારવા જેવાં આકરા કાર્યોને પણ રાત્રે ઉંઘતો જ કરી નાખે. તે નિદ્રા વખતે વજઋષભનારાચ સંઘયણવાળાને વાસસુદેવના બળથી અડધું અને સેવાર્દ સંધયણવાળાને બે-ત્રણ ગણું બળ થાય છે, તે નિયમા મિથ્યાર્દષ્ટિ હોવાથી અયોગ્ય સમજવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342