Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 311
________________ સંબોધ પ્રકરણ ૩૦૦ જેમ) તેવા વૃદ્ધને પણ વિનય શીખવાડવો-સમજાવવો વિગેરે દુઃશક્ય છે. કારણ કહ્યું છે કે— उच्चासणं समीहइ, विणयं ण करेइ गव्वमुव्वहइ । वुड्डो न दिक्खिअव्वो, जइ जाओ वासुदेवेणं ॥ १ ॥ ( ધર્મનિન્તુ અધ્યાય-૧ સૂત્ર-રૂ૦ વૃત્તિ) અર્થ– વૃદ્ધ સાધુ ઉંચા આસનની ઇચ્છા કરે, વિનય કરે નહિ, ગર્વ કરે, માટે વાસુદેવનો પુત્ર હોય તો પણ દીક્ષા ન આપવી. વૃદ્ધનું ઉપર્યુક્ત વયનું પ્રમાણ સો વર્ષના આયુષ્યની અપેક્ષાએ સમજવું. વસ્તુતઃ તો જે કાળે ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેના દશ ભાગ કરવા, તેનાં જે આઠમા-નવમા-દશમા દશાંશમાં પહોંચ્યો હોય તેનું વૃદ્ધપણું સમજવું. ૩. નપુંસક— સ્ત્રી અને પુરુષ ઉભયને ભોગવવાની અભિલાષાવાળો પુરુષાકૃતિ મનુષ્ય નપુંસક જાણવો. તે પણ ઘણા દોષોનું કારણ હોવાથી દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે. ૪. ક્લીબ– સ્ત્રીઓએ ભોગ માટે નિમંત્રણ કરવાથી, અથવા વસ વિનાની સ્ત્રીનાં અડ્ડોપાંગ જોવાથી, કે સ્ત્રીઓના કોમળ શબ્દો વિગેરે સાંભળવાથી પ્રગટ થયેલી ભોગની ઇચ્છાને રોકવા-સહન કરવા જે શક્તિમાન ન હોય, તેવો પુરુષાકૃતિ મનુષ્ય ‘ક્લીબ' કહેવાય.તે પુરુષવેદની પ્રબળતાને કારણે (તીવ્ર વેદોદયથી) પોતાને પ્રગટેલી ભોગની ઇચ્છાના જોરે કદાચ બલાત્કારે પણ કોઇ સ્ત્રીને આલિંગનાદિ માટે કરે, એવી સંભાવના છે. એમ કરવાથી શાસનનો અપભ્રાજક થાય, દીક્ષામાં અયોગ્ય જ જાણવો. ૫. જ ુ– જડના ત્રણ પ્રકારો—એક ભાષાથી જડ, બીજો શરીરથી જડ અને ત્રીજો ક્રિયાજડ. એમાં ભાષાજડના પણ ત્રણ પ્રકાર–૧. જડમૂક, ૨. મન્મનમૂક અને ૩. એલકમૂક. જે પાણીમાં ડૂબેલાની જેમ બુડબુડ અવાજ કરતો બોલે તે જડમૂક, જીહ્વા ખેંચાતી હોય તેમ બોલતાં જેનું વચન વચ્ચે ખચકાય (તુટે) તે ‘મન્મનમૂક’ અને જે મુંગાપણાને લીધે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342