________________
પરિશિષ્ટ
૩૦૧
બોકડાની જેમ અવ્યક્ત ઉચ્ચાર માત્ર જ કરે તે “એલકમૂકી જાણવો. બીજો શરીરથી જડ સ્થૂળશરીરવાળો હોવાથી વિહાર કરવામાં, ભિક્ષા માટે ફરવામાં, તથા વંદન વિગેરે કરવામાં અશક્ત હોય અને સમિતિગુપ્તિનું પાલન કે પડિલેહણ વિગેરે ક્રિયાઓને વારંવાર સમજાવવા છતાં અતિશય જડતાને લીધે સમજી શકે નહિ, તે ત્રીજો કરણ એટલે “ક્રિયામાં જડ' સમજવો. તેમાં ઉપર જણાવ્યા તે ત્રણ પ્રકારના ભાષાજડ જ્ઞાનગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી, અને શરીરજડ પણ માર્ગે ચાલવામાં વિહારાદિમાં) કે આહાર-પાણી લાવવા વિગેરેમાં અશક્ત હોવા ઉપરાંત શરીરે અતિ સ્થૂળ હોવાથી પસીનાને લીધે તેના બગલ વિગેરે ભાગમાં કહોવાટ થતાં તે અવયવોને પાણીથી ધોવામાં કીડીઓ વિગેરે જીવોની વિરાધનારૂપ અસંયમ થાય, વળી “ઘણું ખાઈ શરીર વધાર્યું છે એમ કહી લોકો પણ અતિ નિંદા કરે, તથા તે ઉંચા શ્વાસવાળો હોય તેને શ્વાસ ચઢે, માટે દીક્ષા ન આપવી. (ત્રીજો ક્રિયાજડ તો ક્રિયાને સમજી શકે નહિ માટે સ્પષ્ટ અયોગ્ય છે જ.).
(૬) વ્યાધિ-મોટા રોગથી પીડાતો રોગી. તે પણ દીક્ષા માટે અયોગ્ય છે, કારણ કે તેની ચિકિત્સા કરવા-કરાવવામાં છકાય જીવોની ' વિરાધના અને સ્વાધ્યાયમાં હાનિ-અંતરાય વિગેરે થાય. . (૭) ચોર-ચોરીના વ્યસનવાળો: તે પણ ગચ્છને અનેક પ્રકારના અનર્થોનું કારણ બને, તેથી દીક્ષા માટે અયોગ્ય જ છે.
(૮) રાજાપકારી– રાજ્યનું ધન, પરિવાર વિગેરેનો દ્રોહ કરનાર. . એવાને દીક્ષા આપવાથી રોષાયમાન થયેલો રાજા “સાધુને મારવા, દેશપાર કરવા, વિગેરે ઉપદ્રવો કરે એવો સંભવ હોવાથી તેની અયોગ્યતા પણ સ્પષ્ટ છે જ.
(૯) ઉન્મત્ત- યક્ષ, વ્યંતર આદિ દુષ્ટ દેવોથી કે અતિ પ્રબળ મોહના ઉદયથી પરવશ થયો હોય તે ઉન્મત્ત કહેવાય, તેને નડતા યક્ષ વિગેરે તરફથી ઉપદ્રવ થવાનો સંભવ હોવાથી, તથા સ્વાધ્યાય, ધ્યાન વિગેરે સંયમ યોગોની હાનિ થવાનો પ્રસંગ આવવાથી તે પણ દીક્ષા માટે અયોગ્ય સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org