________________
૨૧૮ .
સંબોધ પ્રકરણ વર્ગણા રૂપે લઈને મૂકે તેટલો કાળ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત છે. (આમાં સર્વ પુદ્ગલોને જયાં સુધી ઔદારિક રૂપે લઈને ન મૂકે એ દરમ્યાન વચ્ચે વચ્ચે વૈક્રિય, તૈજસ આદિ રૂપે લઈને મૂકે તો તે ન ગણાય.)
ટૂંકમાં સર્વ પુદ્ગલોને ક્રમ વિના ઔદારિકાદિ વર્ગણા રૂપે લઈને મૂકે તો બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત અને ક્રમશઃ લઇને મૂકે તો સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (આમ અન્ય સ્થળે પણ જાણવું.)
૩. બાદર ક્ષેત્ર પુલ પરાવર્ત– એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ક્ષેત્ર પુગલ પરાવર્ત છે. ૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુલ પરાવર્ત- એક જીવ લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત છે. ૫. બાદર કાળ પુદ્ગલ પરાવર્ત– એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર કાળ પુદ્ગલ પરાવર્ત છે. ૬. સૂમકાળ પુદ્ગલપરાવર્ત-એક જીવ ઉત્સર્પિણી તથા અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત છે. ૭. બાદરભાવ પુદ્ગલપરાવર્ત-એક જીવ રસબંધના સર્વઅધ્યવસાય સ્થાનોને ક્રમ વિના મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત છે. ૮, સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત- એક જીવ રસબંધના સર્વ અધ્યવસાય સ્થાનોને ક્રમશઃ મરણ કરીને સ્પર્શે તેમાં જેટલો કાળ થાય તેટલો કાળ સૂક્ષ્મ ભાવ પુલ પરાવર્ત છે.
દરેક જીવે આ સંસારમાં આવા અનંત પુદ્ગલ પરાવર્તો પસાર કર્યા છે. અને જ્યાં સુધી મોક્ષ નહીં પામે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા પુદ્ગલ પરાવ પસાર કરશે.
સંક્ષેપમાં પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે– અસંખ્યવર્ષ=1 પલ્યોપમે. ૧૦ કોડાકોડી પલ્યોપમ=1 સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ=1 ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમ (૧ ઉત્સર્પિણી-૧ અવસર્પિણી)=૧ કાળચક્ર. આવા અનંત કાળચક્ર એક પુદ્ગલ પરાવર્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org