________________
સંબોધ પ્રકરણ
૨૭૦
આશાતના. ૧૩-૧૪.‘અસ્વાધ્યાયિò સ્વાધ્યાવિતમ્-સ્વાધ્યાવિ ત્ર સ્વાધ્યાયિતમ્' =અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થમાં પ્રત્યય હોવાથી ‘સ્વાધ્યાય’ એ જ ‘સ્વાધ્યાયિક' અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક જાણવું. તેના કારણભૂત ‘રૂધિર-હાડકું’ વગેરેને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી અસ્વાધ્યાયિક કહેવાય.
૧૫ યોગો
ત્રણ પ્રકારના કુલ ૧૫ ભેદો છે. તેમાં કાયયોગના ૭, વચનયોગનાં ૪ અને મનોયોગના ૪ ભેદો છે.
કાયયોગના ભેદો— ૧. ઔદારિક, ૨. ઔદારિક મિશ્ર, ૩. વૈક્રિય, ૪. વૈક્રિય મિશ્ર, ૫. આહારક, ૬. આહારકમિશ્ર અને ૭. કાર્પણ.
ઔદારિક કાયયોગ એટલે ઔદારિક કાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ. આ પ્રમાણે ઔદારિકમિશ્ર આદિ વિષે પણ જાણવું. અર્થાત્ તે તે કાયા દ્વારા થતો શક્તિનો ઉપયોગ તે તે યોગ છે. કાયાના ઔદારિક આદિ સાત ભેદો છે એટલે કાયયોગના પણ સાત ભેદો છો.
ઔદારિકમિશ્ર આદિ ત્રણ મિશ્ર યોગોનો અર્થ આ પ્રમાણે ઔદારિકમિશ્ર– પરભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ જીવ ઔદારિક શરીરની રચના શરૂ કરી દે છે. જ્યાં સુધી તે શરીર પૂર્ણ રૂપે તૈયાર ન થાય ત્યાં સુધી કાયાની પ્રવૃત્તિ કેવળ ઔદારિકથી નથી થતી, કાર્પણ કાયયોગની પણ મદદ લેવી પડે છે. આથી જ્યાં સુધી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તેમાં ઔદારિક શરીરની પ્રધાનતા હોવાથી આ મિશ્ર યોગને ઔદારિકમિશ્રયોગ કહેવામાં આવે છે. ઔદારિક શરીરની પૂર્ણતા બાદ કેવળ ઔદારિક કાયયોગ હોય છે. એ જ પ્રમાણે વૈક્રિયમિશ્ર અને આહારક મિશ્ર વિશે પણ જાણવું. થોડો તફાવત છે. તે આ પ્રમાણે— વૈક્રિય કે આહારક શરીર રચવાની શરૂઆત થઇ ત્યારથી આરંભી જ્યાં સુધી વૈક્રિય કે આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર કે આહારકમિશ્ર યોગ હોય છે. વૈક્રિયમિશ્ર યોગ દેવો ઉપરાંત લબ્ધિધારી મુનિ આદિને પણ હોય છે. તેમાં દેવોના વૈક્રિયમિશ્ર યોગમાં વૈક્રિય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org