Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 304
________________ પરિશિષ્ટ ૨૯૩ થાય, ‘સુક્તમે િવિકિસંચાìહૈિં એટલે સૂક્ષ્મ-અલ્પ આંખની પાંપણ વગેરે ફરકે-એ બારને મૂકીને બાકીની ચેષ્ટાઓને તજું છું, એ વાતને સ્પષ્ટ કરવા માટે કહે છે કે—‘વમાકૃતૢિ આરેન્ટિં અમો અવિાહિકો દુખ મે જાડÆો' એટલે એ વગેરે અપવાદોથી (તે તે ચેષ્ટા થવા છતાં) મારો કાઉસ્સગ્ગ સર્વથા અભગ્ન (અખંડ) અને લેશ પણ વિરાધનારહિત (નિર્દોષ) થાઓ. અહીં ‘Ëમારૂ’ એટલે ‘એ વગેરે’ કહ્યું તેમાં ‘વગેરે’ પદથી પહેલાં જણાવી તે બાર ઉપરાંત પણ કાઉસ્સગ્ગમાં ૧. જો અગ્નિ (દીવા વગેરે) કે વીજળીનો પ્રકાશ શરીરને સ્પર્શે તો કામળ વગેરે ઓઢવાથી કે જો આગ લાગે તો ખસવાથી, ૨. બિલાડી, ઉંદર વગેરે પંચેન્દ્રિય પ્રાણીની આડ પડે, એટલે કે તે કાઉસ્સગ્ગ કરનારની અને સ્થાપનાચાર્યની વચ્ચે થઇને તે જીવો નીકળે તો તેવી આડથી બચવા માટે ખસવાથી, ૩. ચોરનો કે રાજા વગેરેનો ભય જાગે, અને ૪. પોતાને કે બીજા સાધુ વગેરેને સર્પદંશાદિ થાય-એમ ચાર આકસ્મિક કારણોથી અપૂર્ણ કાઉસ્સગ્ગ મૂકી દે તો પણ ભાંગે નહિ. કહ્યું છે કે— अगणीओ छिंदिज्ज व, बोहियखोभाइ दीहडक्को वा । आगारेहिँ अभग्गो, उस्सग्गो एवमाहिं ॥ १६१३ ॥ (આવ॰ નિયું) ભાવાર્થ “અગ્નિના ઉપદ્રવ (શરીરે પ્રકાશ લાગે કે આગ વગેરે સળગે તેના)થી, ‘છિંદિજ્જ' એટલે પંચેન્દ્રિયજીવની આડ પડવાથી, ‘બોહી’ એટલે ચોર અને ‘ખોભ’ એટલે ઉપદ્રવ અર્થાત્ ચોરનો ઉપદ્રવ કે આદિ શબ્દથી રાજાદિના ઉપદ્રવથી, અને ‘દીહ’=(દીર્ઘ-લાંબુ) એટલે સર્પ, તેનો ‘ડક્કો’ એટલે દંશ લાગવાથી-એ ચાર પ્રસંગોમાં પણ મારો કાઉસ્સગ્ગ અખંડિત રહો.” પૂર્વે નામપૂર્વક કહેલી ઉચ્છ્વાસ વગેરે બાર તથા આદિ શબ્દથી બતાવેલી આ અગ્નિ, આડ, ચૌરાદિક ઉપદ્રવ અને સર્પદંશ, મળી સોળ ક્રિયાઓ થવા છતાં પણ મારો કાઉસ્સગ્ગ અખંડ અને નિરતિચાર થાઓ. ૧. બાકીનો કાઉસ્સગ્ગ તે કારણોથી નિવૃત્ત થયા પછી કરે અગર ફરીથી પૂર્ણ કરે, પણ વચ્ચે છોડવા છતાં દોષ લાગે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342