________________
૨૮૧
પરિશિષ્ટ કહેવાય. આ સ્થાપના ૧. સ્વ (મૂળ) સ્થાને અને ૨. પર (બીજા) સ્થાને, એમ બે પ્રકારે થઈ શકે. તેમાં ભોજનનું સ્વસ્થાન ચુલ્લી વગેરે જયાં તેને તૈયાર કર્યું હોય તે અને પરસ્થાન ત્યાંથી લઈ જ્યાં છીંકા વગેરેમાં મૂકાય તે છીંકુ વગેરે. આ બંનેના પણ અનન્તર અને પરંપર એમ બે ભેદો છે. તેમાં “વૃત' વગેરે મૂકી રાખવા છતાં જેનું સ્વરૂપ બદલાય નહિ, તેવા પદાર્થોની સ્થાપનાને “અનન્તર સ્થાપના સમજવી. કાળની અપેક્ષાએ તે (ઉત્કૃષ્ટથી) દેશોન ક્રોડપૂર્વવર્ષોસુધીની થઈ શકે, એથી તેને ચિરસ્થાપના પણ કહીછે; કારણ કે–તે પદાર્થની હયાતિ સુધી રહી શકે છે. બીજી વિકાર થવાના સ્વભાવવાળા દૂધ-દહીં વગેરેની સ્થાપનાને “પરમ્પરસ્થાપના જાણવી. દૂધની સ્થાપનાને તે દિવસે અનન્તર' સમજવી. તે ઉપરાંત સાધુ
જ્યાં વહોરતાં હોય, ઘર સહિત ત્રણ ઘર છોડીને પછીનાં ઘરોમાં વહોરાવવા માટે કોઈએ હાથ વગેરેમાં લીધેલી ભિક્ષાને પણ સ્થાપના કહેવાય; કારણ કે–એક શ્રેણિમાં રહેલાં ઘરોમાં સંઘાટકે વહોરવા નીકળેલા સાધુઓ પૈકી એક સાધુ એક ઘરમાં વહોરતો હોય, ત્યારે બીજો સાધુ તે પછીનાં બે ઘરોમાં ઉપયોગ રાખી શકે, તેવો સંભવ હોવાથી ત્રણ ઘરો સુધી વહોરાવવાની કોઈ વસ્તુ કોઈ હાથમાં લઈને ઉભો રહે તો પણ તે ઇત્વરી (અલ્પકાળ માટે) હોવાથી કથ્ય છે, સ્થાપનાદોષથી દૂષિત નથી. તે પછીના ઘરોમાં જો કોઈ તેમ કરે, તો દોષ ગણાય.
(૬) પ્રાભૃતિકા– કોઈને અમુક કાળે વિવાહાદિ કાર્ય કરવાનું હોય, તે એમ વિચારે કે હાલમાં સાધુઓ-અહીં છે, તેઓને દાન દેવાનો લાભ પણ મળશે, માટે વિવાહાદિ કાર્ય અત્યારે જ કરવું ઠીક છે આવી બુદ્ધિથી ગૃહસ્થ તે કાર્યને જ્યારે વહેલું કરે, ત્યારે તે પ્રસંગે ત્યાંથી પિડ લેવો તેને સિદ્ધાંતની ભાષામાં પ્રાકૃતિકા' કહી છે. એ રીતે તે નજીકમાં કરવાનું વિવાહાદિ કાર્ય સાધુઓનો અમુક કાળ પછી યોગ મળશે એવી બુદ્ધિએ ‘મોડું કરે, તેને પણ પ્રાભૃતિકા' કહી છે. અર્થાત્ સાધુને દાન આપવાની બુદ્ધિએ ગૃહસ્થ વિવાહાદિ કાર્યને મોડું કે વહેલું કરે, તે પ્રાકૃતિકા ૧. “પ્રાભૃતિકામાં પણ ગૃહસ્થ ભોજન કે વિવાહાદિ સાવઘ કાર્યો વહેલા-મોડાં કરે તેમાં સાધુનું ( નિમિત્ત હોવાથી, એ સાવઘ (આરંભવાળા) કાર્યોથી તૈયાર થયેલો આહારાદિ લેવાથી 4 સાધુને દોષ લાગે છે, તે પાપનો ભાગીદાર બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org