Book Title: Sambodh Prakaran Part 02
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 295
________________ સંબોધ પ્રકરણ ૨૮૪ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારો છે. તેમાં ગૃહસ્થ ઉછીનું લાવીને સાધુઓને આપે, તે ‘લૌકિક' પ્રામિત્ય અને પરસ્પર સાધુઓ જ વસ વગેરે બીજી તેવી વસ્તુ મેળવીને પાછી આપવાની શરતે ઉધાર લે, તે ‘લોકોત્તર પ્રામિત્યક’ જાણવું.' (૧૦) પરાવર્તિત– પોતાનું બગડી ગયેલું ઘી વગેરે બીજાને આપીને તેના બદલામાં તેની પાસેથી સારું તાજું ઘી વગેરે મેળવીને સાધુને આપવું, તે ‘પરાવર્તિત’ કહેવાય. આના પણ પ્રામિત્યકની જેમ લૌકિક, અને લોકોત્તર એવા બે ભેદો સમજી લેવા. (૧૧) અભ્યાહત– ઘેરથી કે પોતાના ગામથી સાધુને વહોરાવવાની વસ્તુ જ્યાં સાધુ હોય, ત્યાં સામે લઇ જવી, તેને ‘અભ્યાહત’॰ કહેલું છે. તેને બીજાઓ જાણે એ રીતે લઇ જવું તે ‘પ્રગટ’ અને કોઇ ન જાણે તેમ લઇ જવું તે ગુપ્ત, (પ્રચ્છન્ન) એમ બે પ્રકારો જાણવા. તદુપરાંત તેના “આચીર્ણ-અનાચીર્ણ” વગેરે પણ ઘણા પ્રકારો છે. તેમાં ઉત્કૃષ્ટથી સો હાથની અંદરથી કે ઘરોની અપેક્ષાએ શ્રેણિબદ્ધ ઘરોની અંદરથી સામે આવેલું દ્રવ્ય, તે ‘આચીર્ણ’ (સાધુને લઇ શકાય) છે, કારણ કે—ત્રણમાંના એક ઘરમાં ભિક્ષા વહોરનાર અને પછીના બે ઘરોમાં સંઘાટકનો બીજો સાધુ ‘સામે લાવનાર ગૃહસ્થ સચિત્તનો સંઘટ્ટો વગેરે ભૂલ કરે છે કે નહિ’ ઇત્યાદિ શુદ્ધિ (અશુદ્ધિ) જોવામાં ઉપયોગ રાખી શકે તેમ છે. (તેથી વધારે દૂર ઉપયોગ ન રાખી શકાય માટે ‘અનાચીર્ણ’ સમજવું.) પાંચમા ૧. પ્રામિત્યકમાં પણ ઉધારે કે બદલે લાવ્યા પછી જો પાછું આપવું ભૂલી જાય કે આપવા જેવી સ્થિતિ પાછળથી ન રહે, તો દાતારને લેણદારની તાબેદારી વગેરે કષ્ટો ભોગવવાનો પ્રસંગ આવે. તેમાં સાધુ નિમિત્ત બને તેથી સાધુને પણ દોષ લાગે, માટે તેનો નિષેધ સમજવો. ૨. પરાવર્તિતમાં પણ વહોરાવ્યા પછી તે સ્ત્રીનો પતિ જો જાણે, તો પોતાનો અપયશ થયો માનીને સ્ત્રીને તર્જના કરે, અથવા બદલે આપનારનો પતિ જો જાણે, તો સારું આપી હલકું લેવાના કારણે તે પોતાની સ્ત્રીને તર્જનાદિ કરે. એમાં સાધુ નિમિત્ત બને માટે અકલ્પ્ય છે. ૩. અભ્યાહતમાં તો સાધુને વહોરાવવાના કારણે સામે લઇને આવવામાં રસ્તે થતી વિરાધના, લેવામાં, લાવવામાં કે મૂકવામાં સંભવિત ત્રસ જીવો વગેરેની વિરાધના અને ભાજન ખરડાયાથી તેને અંગે થતી વિરાધના સ્પષ્ટ છે, માટે તે લેવાથી સાધુને દોષ લાગે. મુખ્યતયા સાધુનો આચાર એવો છે કે—જે વસ્તુ ગૃહસ્થે પોતાના પ્રયોજને જ્યાં જેવી સ્થિતિમાં મૂકેલી હોય, ત્યાંથી વહોરાવતાં, તેને લેવા-મૂકવા વગેરેમાં હિંસાદિ ન થાય તે રીતે લેવી જોઇએ. અભ્યાર્હતમાં એ આચારનું પાલન થઇ શકે નહિ, માટે સાધુએ સામે લાવેલાં આહારાદિ આગાઢ કારણ વિના લેવાં જોઇએ નહિ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342