________________
પરિશિષ્ટ
૨૪૧ (૫) બીજરુચિ– જીવાદિ કોઈ એક તત્ત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે અનેક તત્ત્વોમાં અને તેના અર્થોમાં ઉત્તરોત્તર શ્રદ્ધાનો વિસ્તાર થાય, અર્થાત પાણીમાં પડેલું તેલનું ટીપું જેમ સ્વયં ફેલાઈ જાય, તેમ એક પદમાં રુચિવાળા જીવને સ્વયં ઉત્તરોત્તર અનેક પદોની અને તેના અર્થોની રુચિ વધતી જાય, તે “બીજરુચિ-સમ્યક્ત્વ સમજવું.
(૬) અભિગમરુચિ- સકલ આગમસૂત્રોના અર્થો વિષે રુચિ તે “અભિગમરુચિ' કહેવાય. એટલે કે–સકલ આગમસૂત્રોના અર્થોના જ્ઞાતામાં અર્થજ્ઞાન દ્વારા થયેલી શ્રદ્ધાને “અભિગમરુચિ-સમ્યક્ત કહ્યું છે. કહ્યું છે કે
सो होइ अभिगमरुई, सुअनाणं जस्स अत्थओ दिटुं । इक्कारसअंगाई पइन्नगं दिट्ठिवाओ अ ॥१॥
(પ્રવચનસારોદ્ધાર, ૨૬) ભાવાર્થ– “પ્રકીર્ણક એટલે પયાદિ ઉત્તરાધ્યયન વગેરે સૂત્રો, દષ્ટિવાદ, સઘળાં ઉપાંગો તથા અગિયાર અંગો; અર્થાત્ અંગો, ઉપાંગો અને પ્રકીર્ણક વગેરે સકલ આગમોને જેણે અર્થથી જાણ્યાં છે, તે “અભિગમરુચિ' સમકિતવાળો છે.” - અહીં એ પ્રશ્ન થાય કે-ઉપર કહ્યા પ્રમાણે તો સૂત્રરુચિ અને અભિગમરુચિ બંનેનો એક જ અર્થ થયો, એટલું જ નહિ પણ સમાધાનમાં કોઇ એમ કહે કે–અભિગમરુચિ એટલે અર્થયુક્ત સૂત્રવિષયક રુચિ અને સૂચિ એટલે કેવળ સૂત્રવિષયક રુચિ-એમ બંને જુદાં છે, તો તે પણ ઘટતું નથી, કારણ કે—કેવળ સૂત્ર તો મૂક (મૂંગું) છે, માત્ર સૂત્રની રુચિ તો પ્રમાણભૂત મનાતી નથી. કહ્યું છે કે-મૂગાં વર્ત સુત્ત (ઉપદેશપદ-ગા.૮૫નું પાદ) કેવલ સૂત્ર મુંગે છે' અર્થાતુ-અર્થજ્ઞાનથી જવસ્તુતત્ત્વ સમજાય છે, કેવળ સૂત્ર કાંઈ જ્ઞાન કરાવતું નથી; માટે કેવળ સૂત્રરુચિ અપ્રમાણિક છે. એટલું જ નહિ, અર્થનિરપેક્ષ સૂત્રરુચિ અજ્ઞાનનું પણ કારણ છે. કહ્યું છે કે- अपरिच्छियसुयणिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स । . सव्वुज्जमेण वि कयं, अन्नाणतवे बहुं पडइ ॥१॥
(૩ોલેશમાતા, ૦૪૨૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org