________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૨૭
“હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ, અથવા બીજાઓએ યાચેલામાં રહીશ” એવો અભિગ્રહ તે બીજી પ્રતિજ્ઞા. પહેલી પ્રતિમા સર્વસામાન્ય (સર્વ સાધુઓને ઉદ્દેશીને) અને બીજી ગચ્છવાસી સાંભોગિક (એક માંડલીવાળા) કે અસાંભોગિક અભિન્ન માંડલીવાળા) ઉત્કટ વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને ઉદ્દેશીને છે. એમ બેમાં ભિન્નતા સમજવી. કારણ કે તેઓને એકબીજાને માટે એ રીતે યાચના કરવાનો વિધિ છે. (૩) “બીજાને માટે વસતિની યાચના કરીશ, પણ હું બીજાએ વાચેલી વસતિમાં રહીશ નહિ” એવો અભિગ્રહ. આ ત્રીજી પ્રતિમા યથાલંદક' (જિનકલ્પના જેવી કઠોર આરાધના કરનારા) સાધુઓને હોય, કારણ કે–તેઓ બાકી રહેલા સૂત્ર-અર્થ વસતિમાં રહેતા આચાર્ય પાસે ભણવાની અભિલાષાવાળા હોવાથી આચાર્યને માટે આવી રીતે વસતિની યાચના કરે. (૪) “હું બીજાઓને માટે વસતિની યાચના નહિ કરું, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ” એવો અભિગ્રહ. આ ચોથી પ્રતિમા ગચ્છમાં રહીને જિનકલ્પનો અભ્યાસ (તુલના) કરનારા સાધુઓને હોય. (૫) “હું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ” એવો અભિગ્રહ. આ પાંચમી પ્રતિમા જિનકલ્પિક સાધુઓને હોય. (૬) “જેની વસતિ હું ગ્રહણ કરીશ, તેનું જ સાદડી, ઘાસ વગેરે પણ સંથારા માટે જો મળશે તો લઇશ, બીજાનું નહિ; અન્યથા ઉત્કટુકાસને કે બેઠાં બેઠાં રાત્રિ પૂર્ણ કરીશ એવો અભિગ્રહ. આ છઠ્ઠી પ્રતિમા પણ જિનકલ્પિક વગેરે મહામુનિઓને હોય છે. (૭) આ સાતમી પ્રતિમા પણ છઠ્ઠીના જેવી જ છે, માત્ર સંથારા માટે શિલા, ઘાસ વગેરે જે જેવું પાથરેલું હશે તે તેવું જ લઇશ, અન્યથા નહિ. આવો અભિગ્રહ પણ જિનકલ્પિકાદિને જ હોય છે. (૨૮૧) ठाण१निसीही २ उच्चारमाई ३ तहसद्द ४ रूव५ परकिरिया ६ । अन्नुन्नकिरियविसया ७, आयारे सत्त सत्तिक्का ॥२८२ ॥ स्थान-निषीधिके उच्चारादि तथा शब्द-रूप-परक्रियाः । अन्योऽन्यक्रियाविषया आचारे सप्त सप्तिकाः ॥ २८२ ॥ - ૭૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org