________________
સંબોધ પ્રકરણ
૧૦૬
હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથને મતિ-શ્રુત એ બે અથવા મતિ-શ્રુતઅવધિ કે મતિ-શ્રુત-મન:પર્યવ એમ ત્રણ અથવા મતિ-શ્રુત-અધિમન:પર્યવ એ ચાર જ્ઞાન પણ હોય છે.
(૮) તીર્થદ્વાર— જેનાથી સંસાર રૂપ સાગર તરાય તે તીર્થ છે. આવું તીર્થ તે પ્રવચન. પ્રવચનના આધારે વર્તવાથી શ્રમણપ્રધાન ચતુર્વિધસંઘ પણ તીર્થ કહેવાય છે. કારણ કે ચાર પ્રકારના સંઘની સ્થાપના એ જ તીર્થ થાય છે. આ તીર્થની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ તીર્થમાં હોય છે. કષાયકુશીલ નિગ્રંથ અને સ્નાતકો તીર્થ અને અતીર્થ બંનેમાં હોય છે. અતીર્થમાં થનારા એ (સ્નાતકાદિ) તીર્થંકરો હોય કે પ્રત્યેકબુદ્ધો પણ હોય.
(૯) લિંગદ્વાર— જેનાથી લિંગ જણાય તે લિંગ (ચિહ્ન). તે બાહ્ય અને અત્યંતર અથવા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. માત્ર વેષરૂપ દ્રવ્યલિંગને આશ્રયીને બધા નિગ્રંથો સ્વલિંગ, પરલિંગ, ગૃહિલિંગ એ ત્રણે લિંગમાં હોય. ભાવને આશ્રયીને બધાય સ્વલિંગમાં (–જૈન લિંગમાં) જ હોય. કારણ કે ભાવલિંગ જ્ઞાનાદિ ગુણો રૂપ છે, અને તે ગુણો જૈનોને જ હોય છે.
(૧૦) શરીરદ્વાર– જે નાશ પામે તે શરીર. ઔદારિક વગેરે પાંચ પ્રકારનું શરીર પ્રસિદ્ધ છે. શરીર વિચારણામાં પુલાક નિગ્રંથ અને સ્નાતકને ઔદારિક, તૈજસ, કાર્મણ એ ત્રણે શરીર હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલને વૈક્રિય પણ હોય, તેથી જો વૈક્રિય હોય તો પૂર્વોક્ત ત્રણ સહિત ચાર અને વૈક્રિય ન હોય તો પૂર્વોક્ત ત્રણ શરીર હોય. કષાયકુશીલને તો આહારક પણ હોય, આથી તેને ત્રણ, ચાર કે પાંચ પણ શરીર હોય.
(૧૧) ક્ષેત્રદ્વાર– ક્ષેત્રના કર્મભૂમિ અને અકર્મભૂમિ એમ બે પ્રકાર છે. તેમાં પુલાક કર્મભૂમિમાં જ હોય. અકર્મભૂમિમાં ન હોય, કારણ ? અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર ન હોય, અને પુલાક ચારિત્રવાળાનું
ન
૧. દ્રવ્યલિંગ અને બાહ્ય એ બેનો એક જ અર્થ છે. ભાવ અને અત્યંતર એ બેનો એક જ અદ છે. વેષ દ્રવ્યલિંગ છે. આત્માના ભાવ (=ગુણો) એ ભાવલિંગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org