________________
૧૧૦
સંબોધ પ્રકરણ (૧૭) યોગદ્વાર– યોગ એટલે જીવનો મન વગેરેનો વ્યાપાર. તેના મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ પ્રકારો છે. તેમાં પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથને ત્રણેય યોગો હોય છે. સ્નાતકને ક્યારેક (=સયોગી ગુણસ્થાને) ત્રણ યોગો હોય છે, અને ક્યારેક (=અયોગી ગુણસ્થાને) એક પણ નથી હોતો.
(૧૮) ઉપયોગદ્વાર– ઉપયોગ મૂકવો કરવો તે ઉપયોગ, અર્થાતું. (યના) જ્ઞાનનો પરિણામ. (ટૂંકમાં ઉપયોગ એટલે બોધ.) તેના સાકાર અને અનાકાર એમ બે ભેદો છે. (કારણ કે દરેક શેય પદાર્થ સામાન્ય અને વિશેષ રૂપે હોય છે.) વસ્તુનો વિશેષરૂપ બોધ તે સાકાર અને સામાન્યરૂપે બોધ તે અનાકાર. તેમાં બધા નિગ્રંથોને બંને ઉપયોગ હોય. કારણ કે પ્રત્યેક જીવને બંને ઉપયોગ સ્વભાવરૂપ છે.
(૧૯) કષાયદ્વાર– જેનાથી કષનો એટલે સંસારનો આય એટલે લાભ થાય તે કષાય. તેના ક્રોધાદિ ચાર પ્રકારો પ્રસિદ્ધ છે. પુરાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં ચારે કષાયો હોય છે.
કષાયકુશીલમાં જયાં સુધી ઉપશમ શ્રેણિમાં કે ક્ષપક શ્રેણિમાં કોઈ પણ કષાયનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી ચારે કષાયો હોય. (તે પછી શ્રેણિમાં નવમા ગુણસ્થાનકે) સંજવલન ક્રોધનો ઉપશમ કે ક્ષય થતાં ત્રણ, માનનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે બે, અને માયાનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે એક જ લોભ રહે. નિગ્રંથના કષાયો ક્ષીણ કે ઉપશાંત થયા હોય, અને સ્નાતક તો કષાયોનો સંપૂર્ણ ક્ષય થયા પછી જ સ્નાતક બને છે.
(૨૦) લેશ્યાલાર– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણ તૈજસ, પદ્મ અને શુક્લ એ ત્રણમાં હોય. કષાયકુશીલ છ એ લેગ્યામાં હોય. નિગ્રંથમાં એક શુક્લલેશ્યા હોય. સ્નાતકમાં પરમશુક્લ લેશ્યા હોય. શુક્લધ્યાનના ત્રીજાભેદની દશામાં જે લેગ્યા હોય તેને પરમશુક્લ કહી છે. બીજાઓની પણ લેશ્યા તો શુક્લ જ હોય છે. પણ તેઓની શુક્લલેશ્યાની અપેક્ષાએ સ્નાતકને પરમશુક્લ જ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org