________________
૯૫
ગુરુ અધિકાર વિભાગ-૨
पडिसेवणाकसाए, दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसणचरणे, तवे य अहसुहुमए चेव ॥२४६ ॥ प्रतिसेवनाकषाययोर्द्विधा कुशीलो द्विधाऽपि पञ्चविधः । શાને નવાળવોપર વ ાથા સૂક્ષ્મ વૈવા ર૪૬ II. ... ૭૬ ગાથાર્થ– કુશીલ પ્રતિસેવના કુશીલ અને કષાયકુશલ એમ બે પ્રકારે છે. તે બંને પ્રકારના કુશીલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂક્ષ્મ એમ પાંચ પ્રકારે છે.
વિશેષાર્થ– “કાલ, વિનય વગેરે જ્ઞાનના આઠ આચારોનો વિરાધક તે જ્ઞાનકુશીલ, નિઃશંકિત, નિષ્કાંક્ષિત વગેરે દર્શનના આઠ આચારોથી જે રહિત તે દર્શનકુશીલ જાણવો. ત્રીજા ચારિત્રકુશીલનું લક્ષણ આ પ્રમાણે છે-કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવક, કલ્કકુરુકાદિ લક્ષણો, વિદ્યા તથા મંત્ર વગેરેના બળથી આજીવિકાને (આહારાદિને) મેળવનારો ચારિત્રકુશીલ કહેવાય છે. તેમાં લોકોમાં પોતાની ખ્યાતિ-માન મેળવવા કે સ્ત્રી વગેરે બીજાઓને પુત્ર આદિની પ્રાપ્તિ કરાવવા માટે જાહેરમાં વિવિધ ઔષધિઓ મેળવીને મંત્રેલાં પાણી આપવાં, સ્નાન કરાવવું કે મૂળીયાં વગેરે બાંધવા, તે “કૌતુક સમજવાં, અથવા તો મુખમાં ગોળીઓ નાખીને કાન કે નાકમાંથી કાઢવી, મુખમાંથી અગ્નિ કાઢવો વગેરે આશ્ચર્યો ઉપજાવવાં, વગેરે “કૌતુક સમજવાં; તાવવાળા વગેરે બીમારની આજુબાજુ ચારેય દિશામાં મંત્રેલી રક્ષા (ભસ્મ) નાખવી, તે ભૂતિકર્મ કહેવાય; બીજાએ પૂછવાથી કે વિના પૂછુયે તેના મનમાં રહેલા ભાવોને “સ્વપ્રમાં આરાધેલી કોઈ વિદ્યાના કહેવાથી કે કર્ણપિશાચિકા કે મંત્રથી અભિષેક કરેલી ઘંટડી વગેરેથી જાણીને કહેવા, તે પ્રશ્નાપ્રશ્ન કહેવાય; નિમિત્તશાસ્ત્રના બળે ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને કહેવા, તે નિમિત્ત કહેવાય; આજીવક એટલે જાતિ, કુલ, તપ, શ્રત, શીલ્પ, કર્મ અને ગણ-એ સાત વડે દાતાર (ગૃહસ્થ)ની સાથે પોતાની સમાનતા બતાવીને દાતારનો પોતાના તરફ આદર વધારીને આહારાદિ મેળવે, તે “આજીવક' કહેવાય. જેમ કે—કોઈ સાધુ બ્રાહ્મણને કહે કે-હું પણ બ્રાહ્મણ છું. તેથી તેને સાધુ ઉપર પ્રીતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org