________________
૯૪
સંબોધ પ્રકરણ હોય, તે સાધુ બકુશ કહેવાય. અતિચારવાળું હોવાથી તેના ચારિત્રને પણ બકુશ કહેલું છે અને એવા ચારિત્રવાળો હોવાથી તે સાધુને પણ બકુશ કહેવાય છે, અર્થાત અતિચાર યુક્ત શુદ્ધાશુદ્ધ-મિશ્ર ચારિત્રવાળો આ બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારનો હોય છે. તેમાં વિના કારણે ચોલપટ્ટક, અંદર (ઓઢવા)નો કપડો, વગેરે વસ્ત્રોને ધોનારો, બાહ્ય શૌચમાં આસક્તિ-પ્રીતિવાળો, શોભાને માટે પાત્રા-દાંડો વગેરેને પણ તેલ વગેરેથી સુશોભિત-ઉજળાં કરીને (અથવા રંગીને). વાપરનારો ઉપકરણબકુશ જાણવો. તથા પ્રગટપણે (ગૃહસ્થાદિને જોતાં) શરીરની શોભા, (સુખ) માટે હાથ-પગ ધોવા, મેલ ઉતારવો વગેરે અસત્યવૃત્તિ કરનારો શરીરબકુશ જાણવો.
વળી તે બંને પ્રકારના બકુશ પાંચ પાંચ પ્રકારે જાણવા: ૧. આભોગ બકુશ– શરીર અને ઉપકરણ બંનેની શોભા (સાધુઓને) અકરણીય છે એ પ્રકારનું જ્ઞાન હોવા છતાં જે તેવી શોભાને કરે તે (અર્થાત્ સમજીને ભૂલ કરનારો) આભોગ બકુશ. ૨. અનાભોગ બકુશ– ઉપર કહી તે બંને પ્રકારની શોભાને (અકરણીય માનવા છતાં) સહસા (ઇરાદા વિના) કરનારો તે અનાભોગ બકુશ. ૩. સંવૃત બકુશ– જેના દોષો લોકોમાં અપ્રગટ રહે તે (છૂપી ભૂલો કરનારો) સંવૃત બકુશ.૪. અસંવૃત બકુશ- - પ્રગટ રીતે ભૂલ કરનારો (નિષ્ફર-નિર્લજ્જ) તે અસંવૃત બકુશ. ૫. સૂમ બકુશ- નેત્રનો મેલ દૂર કરવો વગેરે કંઈક માત્ર (સૂક્ષ્મ) ભૂલ કરનારો તે સૂક્ષ્મ બકુશ.
એ સર્વે બકુશો સામાન્યતયા વસ્ત્ર-પાત્રાદિ ઋદ્ધિની અને પ્રશંસાદિ યશની ઇચ્છાવાળા, બાહ્ય સુખમાં ગૌરવ માની તેમાં આદર કરનારા, અવિવિક્ત પરિવારવાળા અને (દીક્ષા પર્યાયનો છેદ કરવારૂપ) છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય સદોષ-નિર્દોષ (શબલ) ચારિત્રવાળા સમજવા. તેમાં “અવિવિક્ત' એટલે અસંયમથી દૂર નહિ રહેનારા અર્થાત્ સમુદ્રફીણ વગેરેથી જંઘાને ઘસનારા, તેલ વગેરેથી શરીરને ચોળનારા, કાતરથી કેશને કાપનારા, એવા શિષ્યાદિ જેને હોય તે “અવિવિક્ત પરિવારવાળા જાણવા. (૨૪૫) (પ્રવચન સારોદ્ધાર ગા-૭૨૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org