________________
૯૨
સંબોધ પ્રકરણ
ગાથાર્થ કરવુ-કરાવવું-અનુમોદવું એમ ત્રણ પ્રકારના કરણથી અને મન-વચન-કાયાથી એમ ત્રણ પ્રકારના યોગથી સારી રીતે સમાધિમાં રહેલ સાધુ શુભ ભાવનાઓને આત્માની સાથે જોડે અને આ અશુભ ભાવનાઓનો ત્યાગ કરે. (૨૪)
પાંચ નિર્ચન્થોનું સ્વરૂપ पंच नियंठा भणिया, पुलाय १ बउसा २ कुसील ३ निग्गंथा ४ । होइ सिणाओ य ५ तहा, एकेको सो भवे दुविहो ॥२४१॥ " पञ्च निर्ग्रन्थाः भणिताः पुलाक-बकुश-कुशील-निर्ग्रन्थाः ।। મતિ તથા સ મ વિધ: ર૪? ... 94
ગાથાર્થ– નિર્ચન્યો પુલાક, બકુશ, કુશીલ, નિર્ગથ અને સ્નાતક એમ પાંચ પ્રકારના કહ્યા છે. તે પ્રત્યેકના બે-બે પ્રકારો છે.
વિશેષાર્થ– જે આત્માને કર્મથી બાંધે તે ગ્રંથ (ગાંઠ). તેના બાહ્ય (ધન વગેરે) અને અત્યંતર (મિથ્યાત્વ વગેરે) એમ બે ભેદ છે. બંને પ્રકારના ગ્રંથમાંથી જે નીકળી ગયા છે તે નિગ્રંથ કહેવાય છે. (૨૪૧).
धन्नमसारं भन्नइ, पुलायसद्देण तेण जस्स समं । चरणं सो उ पुलाओ, लद्धीसेवाहि सो य.दुहा ॥२४२ ॥ धान्यमसारं भण्यते पुलाकशब्देन तेन यस्य समम्। વર સ તુ પુસ્તકો વ્યિસેવાપ્યાં સઘ દિધા | ર૪ર ....... ૭૫૨ ગાથાર્થ પુલાક શબ્દથી અસાર ધાન્ય (=ધાન્યના ફોતરા) કહેવાય છે. જેનું ચારિત્ર ફોતરા જેવું અસાર હોય તે પુલાક. તે લબ્ધિ પુલાક અને સેવાપુલાક એમ બે પ્રકારે છે.
વિશેષાર્થ–પુલાક એટલે નિઃસાર. તપની અને શ્રુતની આરાધનાથી પ્રગટેલી શક્તિનો ઉપયોગ કરવાથી અને જ્ઞાનાદિ ગુણોમાં અતિચારો લગાડવાથી સંયમને અસાર કરી દે તે ફોતરાના જેવા નિસાર ચારિત્રવાળા સાધુને પુલાક કહેવામાં આવે છે. (૨૪ર).
संघाइयाण कज्जे, चुण्णिज्जा चक्कवट्टिमवि जीए। तीए लद्धीइ जुओ, लद्धिपुलाओ मुणेयव्वो ॥२४३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org