________________
શ્લોક ૧૩૫
૫૩
કથાનુયોગ, ત્યાગ ધર્મકથાનુયોગમાંથી ત્યાગ કાઢે ને... આહાહા..! એની શું કિંમત છે? ધર્મી જીવને આત્માના વૈભવ આગળ વિષયસેવન તે સેવન જ નથી. આહાહા..! અને વૈરાગ્યતાનું બળ. બે શબ્દ વાપર્યા ને? આત્મવૈભવ અને વૈરાગ્યનું બળ. પુણ્ય ને પાપના પરિણામથી વિરક્તપણું, એનું બળ જામ્યું છે. આહાહા..! એકલું આત્માનું અસ્તિપણું અનુભવમાં આવ્યું એમ નહિ, પણ આ બાજુથી પણ વૈરાગ્ય પામ્યો છે. આ બાજુથી અસ્તિનો અનુભવ છે ત્યારે આ બાજુથી પુણ્યના પરિણામ પ્રત્યેનો પણ જેને વૈરાગ્ય છે. આહાહા..! પુણ્યની સામગ્રી છે એ છોડે છે માટે વૈરાગી છે, એમ નથી. પરની સાથે શું સંબંધ છે? પ્રભુ! રાગની રક્તતા છોડે છે, ચાહે તો શુભભાવ હોય એનું જે રક્તપણું છોડે છે તે વિરક્ત છે, એ વિરક્ત છે તે વૈરાગી છે. આહાહા..! સમજાણું કાંઈ?
જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળ...' આહાહા..! બે વાત થઈ. બે ગાથામાં આવ્યું હતું. પહેલામાં જ્ઞાન, બીજામાં વૈરાગ્યની વાત હતી. એ એની લીધી અને હવે પછી આવશે એનું પણ આમાં આવશે. આહાહા..! ભગવાનઆત્મા અંતરમાં ચમત્કારિક શક્તિઓથી ભરેલો ભગવાન છે. ચૈતન્યચમત્કાર, જેની પાસે દુનિયાનો ચમત્કાર મીંડા છે મોટા. આહાહા..!
નાની ઉંમરમાં એક ફેરી ‘ઉમરાળા’એ જોયું હતું. મોટો દરવાજો છે. એ દરવાજા ૫૨ એક માણસ બેસે અને પછી બે વાંસડા એના પગે બાંધે. એટલે ઊંચે બેસે અને એ વાંસે પછી બજારમાં ચાલે. નજરે જોયું છે. ‘ઉમરાળા’માં દરવાજો છે ને? દરવાજો માથે હોય ને? ત્યાં બેસે અને પછી પગે બે મોટા વાંસડા બાંધે, પછી ઇ વાંસડે બજારમાં ચાલે. મુમુક્ષુ :– બેની વચ્ચે દોરી હોય.
ઉત્તર = દોરી કાંઈ નહિ. આ તો ખુલ્લેખુલ્લા બે વાંસ. આ તો જોયેલી વાત છે. બજારમાં, હોં! મોટી બજાર છે. રોકડશેઠ’ની દુકાન હતી. બજાર આમ ચારે કોર ભરાય. એકલા બે વાંસડા પગે બાંધે એ પગથી ચાલે એ વાંસથી ચાલે. આ.હા...! લોકોને એમ લાગે કે, આ તે ઓ..હો...હો..! એમાં ધૂળમાંય નથી કાંઈ. એ તો એ જાતનો અભ્યાસ કરતા (આવડી જાય). આહાહા..!
અહીં તો જ્ઞાનનો અનુભવ અને વૈરાગ્યનું બળ, એ બેથી ચાલે. આહાહા..! વાંસડાથી નહિ. ‘ઉમરાળા’માં આ બધા માણસો તો આવે ને! ઘણાને ગમી જાય. આહા..! લોકો આમ ઓ..હો..! ઓ...હો...! એમ કરે. વાંસથી પગ ભરે આમ. અરે ભાઈ! તારામાં આત્માનો ચમત્કા૨ વૈભવ, જે અનુભવ અને રાગથી વિરક્ત એવું જે વૈરાગ્ય બળ, એ બે પગે ચાલે છે એ આત્મા ચમત્કારી છે. આહાહા..! છે? આચાર્ય, ‘અમૃતચંદ્રાચાર્યે’ જ્ઞાનવૈભવ અને વૈરાગ્ય બળ એમ બેય લીધું છે. ઓલો અનુભવ અને આ વૈરાગ્યનું બળ છે. રાગથી ઉદાસ.. ઉદાસ.. ઉદાસ... રાગનો કણ હોય પણ એનાથી ઉદાસ (છે). એનું આસન ઉદાસ છે. સ્વમાં આસન છે. એ રાગથી આસન ખસી ગયું છે. આહાહા..! રાગ દેખાય અને રાગની છોડવાની સામગ્રીમાં