________________
ગાથા૨૦૧-૨૦૨
૧૩૫ છે. આ વાત છે, પ્રભુ! કોઈને ઠીક ન લાગે, એકાંત લાગે. કહે છે, એકાંત છે. એકાંત છે. કહો, પ્રભુ! તું પણ પ્રભુ છો. પર્યાયમાં ભૂલ છે તો છે, વસ્તુ તો પ્રભુ છે. આહાહા...!
અહીં કહે છે, આહાહા...! સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહ સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે. તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે.... જુઓ! રાગને રોગ જાણે છે. ધર્મી રાગને કાળો નાગ જોવે છે. આહાહા.! “સમયસાર” “મોક્ષ અધિકારમાં આવ્યું છે, રાગને વિષકુંભ કહ્યું છે, ઝેરનો ઘડો છે. આહાહા...! પ્રભુ અમૃતનો સાગર છે, પ્રભુઆત્મા અમૃતનો સાગર છે અને શુભરાગ ઝેરનો ઘડો છે. આ તો અમૃતનો સાગર છે. આહાહા...! તમારું પેલું “સાગર” ગામ નહિ, હોં! પંડિતજી! અમૃતનો સાગર. આહાહા...! જ્ઞાનીનો “રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે;” સમકિતી રાગને રાખવા નથી માગતો. આહાહા.! રાગ મટાડવા જ માગે છે. આહાહા.! તે રાગ પ્રત્યે તેને રાગ નથી.” રાગ પ્રત્યે રાગ નથી. આહા.! રાગ મારો છે એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. આહાહા.!
“વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે – સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે. અશુભ રાગ આવે છે, સમ્યગ્દષ્ટિને આર્તધ્યાન થાય છે, રૌદ્રધ્યાન થાય છે એ તો અત્યંત ગૌણ છે. “અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો સારો) સમજતો નથી...' સારો નથી સમજતો. આહાહા.! અશુભ રાગ પણ આવે છે પણ ગૌણ છે. શુભ રાગની મુખ્યતા (છે), છતાં તેને સારો નથી સમજતો. આહાહા...! આવી વાત છે.
તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી.” આહાહા...! “વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી.” શું કહે છે? જુઓ! આહાહા.! જે પોતાની ચીજ નથી તેનો તે સ્વામી નથી. સમ્યગ્દષ્ટિ રાગનો સ્વામી નથી. આહાહા...! આત્મામાં એક સ્વસ્વામીત્વ નામનો ગુણ છે. ૪૭ શક્તિમાં છેલ્લો ગુણ છે. ૪૭ – ચાર અને સાત ગુણ છે ને? આમાં પાછળ છે, પાછળ. સ્વસ્વામીસંબંધ નામનો ગુણ આત્મામાં છે. ધર્મી પોતાના નિર્મળ દ્રવ્ય, ગુણ, પર્યાયને પોતાનું સ્વ માને છે. ઉપાદેય તરીકે દ્રવ્ય છે પણ જાણે છે એ તો પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય નિર્મળ છે તેને પોતાના માને છે, તેનો એ સ્વામી છે, રાગનો સ્વામી નથી. આહાહા...! સમજાણું? “માટે તેને લેશમાત્ર રાગ નથી. આ કારણે સમકિતીને લેશમાત્ર રાગ નથી. આ કારણે કહ્યું છે. મિથ્યાત્વ અને અજ્ઞાનને પોતાના નથી માનતો એ કારણે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)