________________
શ્લોક-૧૫૮
૪૫૯ ન આવે અને દૃષ્ટિ ધ્રુવની થઈ છે, એ વાત ખોટી છે. આહાહા.! આવી વાતું હવે. અલકમલકની નહિ પણ અગમગમ્યની. આહા.! એવો માર્ગ (છે), બાપુ!
“સદા અનુભવે છે.” સદા. આહાહા...! એટલે કે આનંદ, જ્ઞાન સ્વરૂપ છે એવો જે અનુભવ થયો એ ભલે ઉપયોગ રાગમાં જાય છતાં એનું વેદન જ્ઞાન છે ત્યાં તો અકંપપણે પડ્યો છે. જ્ઞાનના આનંદથી ખસતો નથી. આહાહા...! આવી વાતું હવે ધર્મને નામે. ઓલી સહેલીટ (હતી). સ્થાનકવાસીમાં કહે, સામાયિક કરો, પોષા કરો, પડિકમણા કરો, ચોવિહાર કરો, ફલાણું ત્યાખ્યું, આ ત્યાગું, આ ત્યાગો. દેરાવાસીમાં ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો. દિગંબરમાં લૂગડા છોડો. આહાહા...! પણ મૂળ વાતની ખબરું વિના તારા (ત્યાગ શેના?) આહા...!
અહીં તો એ કહ્યું. ભાવાર્થ :- “સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી.” છે તેનો કદી નાશ ન થાય, છે તે ન થાય એવું કદી બનતું નથી. ભગવાન આત્મા છે. છે તે કદી નથી એમ ન થાય. છે ઈ નથી થાય? આહા.! વસ્તુ ભગવાન આત્મા સત્તા સત્ છે. “જ્ઞાન પણ સત્તાસ્વરૂપ વસ્તુ છે...” પહેલું સિદ્ધાંતનું સ્થાપન કર્યું કે સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ ન થાય. છે તેનો અભાવ કદી ન થાય. એ તો સિદ્ધાંત કહ્યો. એમ આત્મા પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે. આહાહા.! અરેરે...! આ શરીર ને વાણી ને મન ને આ બધા જડ માટી, બહારના બધા ભપકા, અગ્નિ છે બધી. એને લક્ષે તો ઝાળ સળગે છે. એને લક્ષે તો ઝાળ-રાગ (સળગે). ભગવાનને લક્ષે તો અરાગી આનંદ થાય છે. આહાહા.! છે?
આત્મા, જ્ઞાન એટલે આત્મા. “જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે...” બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે “નહિ તો નષ્ટ થઈ જાય એવી સત્તા–વસ્તુ નથી. પણ ક્યાં એની દૃષ્ટિ જ જ્યાં પર્યાય અને રાગ ઉપર અનાદિની છે. સાધુ થયો અનંત વાર, દિગંબર મુનિ, હોં તોપણ દૃષ્ટિ દયા, દાન ને વ્રત ને ભક્તિ ને એ વિકલ્પ ને પર્યાય ઉપર દૃષ્ટિ (છે). મિથ્યાષ્ટિ (છે). આહાહા.! મહાસત્તા પ્રભુ છે એટલે કે મહા અનંત ગુણપણે હોવાપણે ચીજ છે. આહાહા...! પરથી નહિ હોવાપણે, સ્વથી હોવાપણે છે. એવી ચીજ ઉપર દૃષ્ટિ કરી નહિ. આહા.!
જ્ઞાની આમ જાણતો હોવાથી” શું કીધું છે? કે, કોઈ રક્ષા કરનાર હોય તો હું રહું એવી ચીજ હું નથી. હું તો સત્તા ત્રિકાળી વસ્તુ છે. આહાહા.! રક્ષિત જ છે, એની રક્ષા કરે તો રક્ષિત છે, એમ છે નહિ. આહાહા...! “જ્ઞાની એમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને....” એટલે આત્માને. જ્ઞાનને એટલે કે રાગ ને પુણ્યને નહિ, પણ જ્ઞાનને સદા અનુભવે છે. આહાહા.! રાગથી ભેદજ્ઞાન થયું છે એ હવે ભેદજ્ઞાન છે ઇ અભેદ થતું નથી. સદા ભેદજ્ઞાનપણે વર્તે છે. આહા! આવી વાતું હવે, ભાઈ! કઠણ પડે માણસને. “અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે.” હવે અગુપ્તિ.