________________
ગાથા- ર૩૧
૫O૭
هههههههههه
( ગાથા–૨૩૧)
जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिविदिगिच्छो सम्मादिट्टी मुणेदवो।।२३१।। यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम् ।
स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टितिव्यः ।।२३१।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि वस्तुधर्मेषु जुगुप्साभावन्निर्विचिकित्सः, ततोऽस्य विचिकित्साकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव।
હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે -
સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો,
ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમક્તિદૃષ્ટિ નિશ્ચય જાણવો. ર૩૧. ગાથાર્થ - [ યઃ વેયિતા ] જે ચેતયિતા [ સર્વષાર્ થવ ] બધાય [ ધર્માનામ્ ] ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે [ જુગુપ્સાં ] જુગુપ્સા (ગ્લાનિ) [ રોતિ ] કરતો નથી
સ: ] તે [ ] નિશ્ચયથી [ નિર્વિવિવિ7 ] નિર્વિચિકિત્સ વિચિકિત્સાદોષ રહિત) [ સગવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ -જુગુપ્સા રહિત) છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કત થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.