Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 581
________________ શ્લોક–૧૬૨ ૫૬૭ સમાધાન :- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે ? વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવિધ કેટલી ? માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે. જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં. નીચેના દૃષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ તેથી તે મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્જવળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. ૧૬૨. ટીકા :- આ પ્રમાણે નિર્જા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઈ. ભાવાર્થ :- એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ. શ્લોક-૧૬૨ ઉપ૨ પ્રવચન ‘હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છે ઃ–’ છેલ્લો કળશ છે, નિર્જરાનો છેલ્લો કળશ (છે). (મન્વાગત્તા) रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु सम्यग्दृष्टिः क्षपमुपनयन् निर्जरोज्जृम्भणेन । स्वयमतिरसादादिमध्यान्तमुक्तं । જ્ઞાનં ભૂત્વા નતિ પનામોરડાં વિનાહ્ય||૧૬૨।।

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598