Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 595
________________ શ્લોક–૧૬૨ ૫૮૧ ફેર, ભાઈ! અત્યાર કરતાં બહુ વાતું ફેર લાગે, ભાઈ! આહા..! પણ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અનાદિથી ત્રણલોકના નાથ તીર્થંકર કહેતા આવે છે, કહે છે અને કહેશે. હેં? આહાહા..! છેલ્લો શ્લોક છે. इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यामात्मख्यातौ निर्जराप्ररूपकः દોડ : || સમ્યકવંત મહંત સદા સમભાવ ૨હૈ દુઃખ સંકટ આવે, કર્મ નવીન બંધે ન તૌ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે, યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક સમાપ્ત થયો. સમ્યકવંત મહંત સદા સમભાવ ૨હૈ દુઃખ સંકટ આવે, કર્મ નવીન બંધે ન તૌ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે, યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે. આહાહા..! ‘સમ્યકવંત મહંત...' એ મહંત છે. આહાહા..! એ મહાત્મા છે. જેણે ભગવાન પૂર્ણાનંદના નાથની દૃષ્ટિ, અનુભવ થયો એ મહંત છે. આહાહા..! સમ્યકવંત મહંત...’ હવે ઓલા સમ્યગ્દષ્ટિની કિંમત કાંઈ કરતા નથી. ઇ તો ત્યાગ થાય ત્યારે ચારિત્ર પાળે, બહારની ક્રિયા ત્યારે એને સાતમે ગુણસ્થાને નિશ્ચય સમકત થાય. અરે.....! શું કરે છે પ્રભુ તું? અહીં તો કહે છે, સમ્યકવંત મહંત સદા સમભાવ રહૈ...’ એ તો જ્ઞાતા-દૃષ્ટા રહે છે. આહાહા..! રાગ આવે એને જાણે, દ્વેષ આવે એને જાણે. શેયો જગતના અનંત છે તેને શેય તરીકે જાણે. આ ઠીક-અઠીક છે તે રીતે ન જાણે ઇ. ઠીક-અઠીકની કલ્પના આવી જાય, એને પણ જાણે. આહા..! કારણ કે એ બધું જ્ઞેયમાં જાય છે. ઠીક-અઠીકની કલ્પના ને શેયો બધું જ્ઞેય છે, એમ કહે છે. સદા સમભાવ રહૈ...' આહાહા..! એ પોતાના જ્ઞાતાદૃષ્ટાના ભાવમાં રહેનારો છે. આહાહા..! દુઃખ સંકટ આવે,..’ પ્રતિકૂળતા અને સંકટમાં આવ્યા

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598