Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 566
________________ પપર સમયસાર સિદ્ધિ ભાગ-૭ વિયોગમાં આવી ગયા. આહાહા! એમાં વીતરાગનો અત્યારે સંયોગ નથી, એમાં ઉદ્દેશિક આહાર એ ઉદ્દેશિક નથી, પ્રભુ! એમ ન કહેવાય, ન કહેવાય. ભાઈ! એને માટે બનેલા બનાવેલા ચોકા બનાવે, ક્ષુલ્લક લ્ય. એ તો વ્યવહારે ક્ષુલ્લક નથી. એ તો બાપુ! હું તો વ્યવહારનયથી દ્રવ્યલિંગી ક્ષુલ્લક પણ કોઈને માનતો નથી. સાંભળ્યું, સાંભળતા હતા. મધ્યસ્થતાથી કહેતો હતો, કોઈ અનાદર માટે નહિ. બાપુ! વસ્તુ આવી છે, ભાઈ! પરમાત્માનું ફરમાન છે અને વસ્તુસ્થિતિ આમ છે, ભાઈ! કોઈ વ્યક્તિગત માટે નહિ. એને એમ કે, આ લોકો બનાવે છે ને ત્યે એમાં એને શું દોષ? એમ. પણ લોકો બનાવે છે અને ત્યે છે એ એનું અનુમોદન છે. સમજાણું કાંઈ? એને માટે બનાવેલા આહાર આવે, એને ખબર છે કે આ મારે માટે બનાવે છે. એ ત્યે છે તો એ પાપને અનુમોદે છે. ભલે કરતો નથી, કરાવતો નથી, એ લે છે એ અનુમોદે છે. નવ કોટિમાં અનુમોદન કોટિ તૂટી જાય છે એની. વ્યવહારની નવ કોટિ પણ રહેતી નથી, નિશ્ચય તો ક્યાં છે? આહાહા...! સમજાણું કાંઈ? આ પ્રશ્ન તો અમારે સંપ્રદાયમાં ૧૯૬૯ની સાલમાં ચાલ્યો હતો, સંવત ૧૯૬૯. છાસઠ વર્ષ પહેલા આ પ્રશ્ન (ચાલેલો). કારણ કે હું તો દુકાન છોડીને દીક્ષા લેવા ઉપર હતો, સંપ્રદાયમાં, એમાં વળી એક સાધુ મળ્યા. ત્રણ મહિના પાળિયાદ રહ્યો પછી ભાઈની આજ્ઞા લેવા પાલેજ જાતો હતો. ત્યાં વચ્ચે બોટાદ (આ), એમાં એક ગુલાબચંદ ગાંધી સાધુ હતા. રાજકોટના. એકલા રહેતા. એણે એવું કહ્યું કે, સાધુ માટે અપાસરો બનાવ્યો હોય અને અપાસરો વાપરે તો એ સાધુ નહિ. અરે. આ શું કહે છે? આપણે તો કોઈ દિ સાંભળેલું નહિ. અમારા હિરાજી મહારાજ સ્થાનકવાસી ગુરુ હતા, એ અપાસરા વાપરતા (અને) આ શું કહે છે? સાધુ માટે મકાન બનાવ્યું હોય અને જો વાપરે તો એ સાધુ નહિ. કેમ? એ વાપરે તો અનુમોદન થાય છે અને “દશવૈકાલિકામાં પાપ છે. એ પછી પ્રશ્ન મારા ગુરુને કર્યો કે, ભઈ! આ મકાન એને માટે બનાવે છે અને એ વાપરે તો એને દોષ શું? તો એમણે કહ્યું કે, તમારા ભાઈએ તમારા માટે મકાન બનાવ્યું અને તમે વાપરો એમાં શું? એમ બિચારા સરળ ભદ્રિક હતા. મને ત્યારે પણ ખબર હતી કે, જે મકાન જેને માટે બનાવે કે આહાર બનાવે અને ત્યે તો એ અનુમોદન છે. અનુમોદનની કોટિ તૂટી જાય છે. કરવું, કરાવવું અને અનુમોદનની (કોટિ) એક તૂટતા નવે તૂટી જાય છે. આ તો ૧૯૬૯ની સાલ, દીક્ષા લીધા પહેલાની વાત છે. ૧૯૭૦માં ટૂંઢિયામાં દીક્ષા લીધી. એ તો દીક્ષા ક્યાં હતી? એ ૧૯૬૯માં આ પ્રશ્ન થયેલો. ૧૯૬૯ સમજે? ૬૯. ચોમાસામાં “રાણપુર પ્રશ્ન કરેલો, રાણપુર'. અમારા સંપ્રદાયના ગુરુ હતા. મેં કીધું આ જેને માટે મકાન બનાવે અને એ વાપરે તો મહારાજ કઈ કોટિ તૂટે? ૧૯૬૯ની સાલ, આ સાંઈઠ વર્ષ પહેલાની વાત છે. હવે એને અત્યારની કાંઈ ખબર નથી. એને માટે બનાવેલા આહાર ને ચોકા લે ને આહાર,

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598