Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 577
________________ ગાથા– ૨૩૬ ૫૬૩ વિકલ્પ છે. ઓલી નિશ્ચય મૂઢતા એ નિર્જરાનું કારણ શુદ્ધ છે. આ વ્યવહાર વિકલ્પ તે બંધનું કારણ છે. આહાહા..! આવો માર્ગ છે. “યથાર્થ જાણી પ્રવર્તવું.” દેવ, ગુરુ, શાસ્ત્રને યથાર્થ જાણી પ્રવર્તવું). યથાર્થ જાણી (તેમ પ્રવર્તવું) તે અમૂઢદૃષ્ટિ છે.” જોયું? તે પણ વ્યવહાર થયો. આહાહા...! પાંચમું. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો. કોઈ ધર્મી છે, સમકિતી છે, મુનિ છે, સાચા સંત છે એને કોઈ રાગાદિ કે એવો દોષ આવી ગયો તો સમકિતી તેના દોષને ગૌણ કરે, એને મુખ્ય કરીને બહાર પ્રસિદ્ધ ન કરે. એ શુભ ભાવ છે. આહાહા...! સમજાણું કાંઈ? પોતાના ગુણની શક્તિની વૃદ્ધિ કરે અને વિકારને ગૌણ કરીને એને ગોપવી લ્ય, એ નિશ્ચય. શું કીધું છે? ઉપવૃંહણ. એ નિશ્ચય ઉપબૃહણ (છે). આહાહા....! અને ધર્માત્મા પદ્રવ્ય છે, એના ઉદયથી કોઈ દોષ હોય, અંદર રાગાદિ આવી જાય, લોકને ઠીક ન પડે એવો રાગ હોય એથી એની નિંદા ન કરે. જાણે કે અત્યારે છઘસ્થ છે, કોઈ દોષ આવી ગયો. આહાહા...! તો તેને ગૌણ કરી વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી.” શુભની. જોયું? તે ઉપગૂહન અથવા ઉપવૃંહણ છે.' વધારવું અથવા ગોપવવું એ ઉપગૂહન છે. વ્યવહાર, હોં! પણ જેને નિશ્ચય હોય તેને આવો વ્યવહાર હોય છે. નિશ્ચય જેને આત્માનું સમ્યગ્દર્શન, અનુભવ જ નથી એની તો વાત અહીં છે નહિ. આહાહા...! ગમે એટલા એ પછી પંચ મહાવ્રત પાળતો હોય ને પાંચ સમિતિ ને ગુપ્તિ ને બધું થોથા છે. આહાહા. ઝીણી વાત, ભાઈ! પરમાત્મા ત્રણલોકના નાથ, વીતરાગ સીમંધપ્રભુ બિરાજે છે, ભાઈ! એમની આ કથની છે. આહાહા. એની પાસેથી લાવ્યા. આહા...! ઓહોહો...! પાંચમો થયો. વ્યવહારમોક્ષમાર્ગથી ચુત થતા આત્માને...” દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા આદિમાંથી ખસતા આત્માને સ્થિર કરવો. વ્યવહાર, હોં! નિશ્ચયમાં તો પોતાના સ્વરૂપમાં સ્થિર થવું તે. આહાહા...! વ્યવહારમોક્ષમાર્ગથી મૃત થતા આત્માને સ્થિત કરવો...” એ વ્યવહાર, શુભ વિકલ્પ છે. વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે.' સ્વરૂપ આનંદનો નાથ, એમાં વાત્સલ્ય નામ અનુરાગ–પ્રેમ એ નિશ્ચય વાત્સલ્ય છે અને દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે સાચા ધર્માત્મા આદિ પ્રત્યે). આહાહા.! છે? “વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય... પ્રેમ છે. આહા...! શુભરાગ છે. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો...” જોયું? ઓલું નિશ્ચયમાં સ્વરૂપને પ્રગટ કરવું એ પ્રભાવના છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ, તેની શક્તિમાંથી વ્યક્તતા વ્યક્તિ પ્રગટ કરવી, તે નિશ્ચય પ્રભાવના છે. વ્યવહારમાં દેવ, ગુરુ, શાસ્ત્રની, આ રથમાં ભગવાનને બેસાડીને (રથયાત્રા કાઢે) એ શુભરાગ છે. એ શુભરાગ છે. આહાહા.! પણ એ વ્યવહાર પણ જેને નિશ્ચય હોય એને અહીં વ્યવહાર કહ્યો છે. જેને નિશ્ચયની ખબર જ નથી, આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ છે, એ જ્ઞાતા-દષ્ટા છે, એ રાગનોય કર્તા નથી ને પરની ક્રિયાનો તો કર્તા

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598