Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 570
________________ પપ૬ સમયસાર સિદ્ધિ ભાગ-૭ ધર્મી કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં.” એ કર્મ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે...... આહાહા...! ઓલું ઘરમાં રાખ્યું છે છતાં દીધા બરાબર છે. આહાહા...! જુઓ. આ સમ્યગ્દર્શનની મહિમા. આહાહા..! ચોથા ગુણસ્થાનનું સમ્યગ્દર્શન આવું હોય. લોકો માને છે કે આપણે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને નવ તત્ત્વની વ્યવહાર શ્રદ્ધા એ બધી મિથ્યાત્વ છે. નવ તત્ત્વનો અનુભવ એ મિથ્યાત્વ છે, ભેદ છે ને? ભેદ. આહાહા...! “કળશટીકામાં કળશમાં છે. નવના ભેદની શ્રદ્ધાવાળો છે તે મિથ્યાદૃષ્ટિ છે. અભેદ ભગવાન અખંડાનંદ પ્રભુ, આહાહા...! પૂર્ણાનંદના નાથના સ્વભાવનો સ્વીકાર કરી અને જે પર્યાયમાં અનુભવ થાય તેમાં સ્વાદનો અંશ આવે, એમાં પ્રતીત થાય કે આ તો પૂર્ણાનંદનો નાથ છે, આ સ્વાદનો અંશ એ પૂર્ણ આનંદથી ભરેલો છે. આહાહા...! સમજાણું કાંઈ? આવું છે. “મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.' લ્યો. આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવા:–' આ તો નિશ્ચયથી જે સત્ય છે તે કહ્યા. હવે એ સમકિતીને પણ વ્યવહાર આઠ આવે. વ્યવહાર નિઃશંક આદિ આઠ વિકલ્પ આવે. છે પુણ્ય બંધનું કારણ. વ્યવહાર સમકિતના આઠ આચાર એ પુણ્યબંધનું કારણ અને નિશ્ચય સમકિતના આચાર તે નિર્જરાનું કારણ. આહાહા...! અરે.રે.! “જિનવચનમાં સંદેહ ન કરવો.' એ હવે વ્યવહાર ઉતારે છે. વીતરાગના વચનમાં સંદેહ ન કરવો, એ વ્યવહાર, વિકલ્પ, રાગ છે. એ વ્યવહાર સમકિતનું આચરણ આઠ આચાર એ બંધનું કારણ છે. આહાહા...! પણ નિશ્ચયવાળાને વ્યવહાર હોય, હોં જેને નિશ્ચય નથી એને વ્યવહાર હોય જ નહિ. આહાહા..! જેને આત્માનું નિઃશંકપણું (આદિ) નિશ્ચયથી આઠ (ગુણો) પ્રગટ્યા છે એને આવો વ્યવહાર હોય છે એ વ્યવહાર પણ તેને બંધનું કારણ છે. આહાહા...! અજ્ઞાની મિથ્યાષ્ટિને તો વ્યવહારેય હોતો નથી. આહાહા...! કારણ કે જ્યાં નિશ્ચય પ્રગટ્યું નથી, સમ્યગ્દર્શન, અનુભવ શું છે એની ખબરેય નથી, એને તો વ્યવહાર હોતો નથી. વ્યવહારાભાસ તરીકે રખડે. આહાહા.! “જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ.” આ વ્યવહાર, હોં! તે નિઃશકિતપણું છે.” એનું નામ નિઃશંકિતપણું (છે). સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ.” સંસાર, દેહ ને ભોગની વાંછાથી અને પરમતની વાંછા-અન્યમતિઓની વાંછાથી વ્યવહાર મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે.” એ શુભ વિકલ્પ છે, એ શુભ વિકલ્પ છે. એ સમકિતીને આવો શુભ વિકલ્પ હોય એને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનીને તો વ્યવહારેય નથી. આહાહા.! આવી વાતું આકરી છે. અપવિત્ર, દુર્ગધવાળી–એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598