________________
ગાથા– ૨૩૧
૫૦૯ એને લીધે “બધાય વસ્તુધર્મો પ્રત્યે... આહાહા...! મલિન આદિ પદાર્થ કે મુનિની મલિન આદિ દશા દેખીને “જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી,” તેને દુગંછાનો અભાવ છે. આહાહા...! સડેલાં મડદાં પડ્યા હોય તોપણ તેની દુગંછાનો તેને અભાવ છે. એ તો પુગલનો પર્યાય સ્વભાવ છે. આહાહા..! એમ મુનિરાજ ભાવલિંગી વીતરાગી મુનિ સંત હોય, એના શરીરમાં મેલ દેખાય, રોગ દેખાય, આહાહા...! અને પોતાનું શરીર મજબુત આમ દેખાય છતાં તે પર પ્રત્યે જુગુપ્સા નથી, દુગંછા નથી. આહાહા...! મુનિરાજ વીતરાગ છે. આહાહા...! એને પણ એવા ઊલટી આદિના રોગ થાતા હોય કે આમ ખાધું ને ઊલટી. આહાહા.! અને તે ઊલટી પણ પાછી શરીર ઉપર આવી જાય, ખ્યાલ ન રહે એટલે આમ (આવે).
મુમુક્ષુ :- રાજા “ઉદયન’.
ઉત્તર :- હા, એ ગમે એ પણ આ તો ન્યાયથી (વાત છે). એવી ઊલટી થઈ જાય કે આમ શરીર ઉપર આવી જાય. છતાં એને તો દુગંછા નથી પણ સમકિતી તેની દુર્ગાછા કરતો નથી. આહાહા...! એ તો છે. લોહીની ઊલટી થાય. જુઓને. શરીર. કાલે જુઓને, કાલે જોયું ને? ઓલી લલીતાબેનને આખા શરીરમાં અગ્નિ બળે છે, કહે. અગ્નિ, અગ્નિ, અગ્નિ આમ. લલિતા”. હવે ઓલા આપણે “નેમચંદભાઈને જરીક અહીં સડાકા મારે છે. એવા તે મારે. આને આખા શરીરમાં અગ્નિ બળે છે. બિચારા “મોતીબેન' એની ચાકરી કરે છે એવી ને કે, એ બિચારા રોવા મંડ્યા, હોં! અમે પહેલેથી ભેગા એટલે ઠેઠ સુધી... આહાહા...! એ સ્થિતિ પુદ્ગલની છે). આહાહા...! આપણા “લાલચંદભાઈને પણ છે, જુઓને! અંદરથી ધડાકા મારે છે. કોણ જાણે શું મારે આવો રોગ? અંદર તણખા મારે અગ્નિ જેવા, હોં! આ પરમાણુઓ અંદર. શરીર છ— રોગથી ભરેલી વેદનામૂર્તિ છે. ધર્મીને તેની દુછા ન હોય. આહાહા.! સમજાણું કાંઈ? લોહીની ઊલટી થતાં શરીર ઉપર લોહી પડી જાય. હૈ? ખરડાઈ જાય, લોહીથી ખરડાઈ જાય. આહાહા...! એ તો વસ્તુનો સ્વભાવ છે. ધર્મીને તેની દુગંછા ન હોય. જેને આત્મજ્ઞાન ને આત્મદર્શન થયું છે.. આહાહા.! તેને તેની દુગંછા ન હોય. આહાહા...!
ત્રીજી રીતે કહીએ તો પહેલામાં નિઃશંક કહ્યું. નિઃશંકપણું. આમાં ઉતાર્યું હશે કયાંક, ખબર નથી. પહેલામાં નિઃશંક કહ્યું છે એ વસ્તુના સ્વરૂપમાં નિઃસંદેહ છે. પછી કાંક્ષા કીધી એ પરમાં રાગ નહિ, ઇચ્છા નહિ, એમ કહ્યું. હવે આ દ્વેષ નહિ. એ પહેલા કહેવાય ગયું છે. (વાત) થઈ ગઈ છે. આહાહા...! આમાં ક્યાંય આવ્યું નથી હજી. એક પછી એક એને અંદરમાં કેમ મૂકયું છે એ બધો હેતુ છે. ત્રિલોકના નાથના ઘરની વાતું, બાપા! એ કંઈ ગમે તે ભાષા એની હોય એ ક્રમમાં કેમ આવ્યું? અને ક્રમ કેમ કહ્યો? એના પણ કોઈ હેતુ હોય છે. આહાહા...!
મુમુક્ષુ :- એ ક્રમ પછી એ જ હોય, બીજો હોય નહિ.