________________
ગાથા– ૨૨૯
૪૯૫ હોવાથી. કહો, ચાર ભાવનો અભાવ થઈ ગયો? તો સિદ્ધ થઈ ગયા. દૃષ્ટિમાંથી તો અભાવ થઈ ગયો છે. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! પ્રભુના માર્ગ છે શૂરાના, એ કાયરના
ત્યાં કામ નથી. આહાહા...! દુનિયાના પાંચ ઇન્દ્રિયના વિષયોના રસ જેને છૂટી જાય છે, આહાહા...! ત્યારે તેને ભગવાન આત્માનો રસ આવે છે. એ આત્માનો રસ આવે છે એવી પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા...! સમજાણું કાંઈ? અત્યારે લોકોએ બીજી વાત આખી કરી નાખી. બહારથી ઇન્દ્રિયો ઘટાડીને વિષય ઘટાડ્યા ને આ કર્યો ને તે કર્યા, એ ત્યાગ સમજે છે. પણ એ ત્યાગ ક્યાં છે? આ ત્યાગ તો સમ્યગ્દર્શન થતાં ચાર ભાવોનો ત્યાગ છે તે ત્યાગ છે. આહાહા...! એટલે કે આત્મામાં અંતર્મુખ થયા વિના આ ચારનો ત્યાગ થાય નહિ અને એ અંતર્મુખ થયા વિના બહારનો ત્યાગ જે માને છે એ તો મિથ્યા ત્યાગ છે. આહાહા...! “શશીભાઈ'! આવી વાતું છે.
પ્રભુ! તું સચ્ચિદાનંદ પ્રભુ છો ને. આનંદનું દળ છો ને. આનંદની પાટ છો ને. અતીન્દ્રિય આનંદની અનંત અનંત (પાટ છે). આરસપહાણની તો... આરસપહાણ શું આ બરફ. એ તો પચાસ મણની, સાંઈઠ મણની પાટ હોય. આ તો અનંત... અનંત. અનંત. અનંત જેનો તોલ નથી એટલી એ મોટી પાટ છે. આહાહા...! છે અરૂપી. આહાહા...! એટલો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ.. શાંતિ... શાંતિ. શાંતિ... શાંતિ. શાંતિઅનંત વીતરાગતા, અનંત શાંતિ, અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સત્તા એવો મોટો પ્રભુ શાશ્વત પાટ છે મોટી. આહા..! ત્યાં નજરું કરતા તેની નજરબંધી થઈ જાય છે. નજર
ત્યાં બંધાય જાય છે. આ નજરબંધી નથી કહેતા? આહાહા...! એવો જ કોઈ સ્વભાવ છે કે ત્યાં નજર કરતા નજરબંધી થઈ જાય. નજરમાં આખો આત્મા પકડાય જાય છે. આહાહા...! આ રીત છે, લ્યો. “સુજાનમલજી'! ઓલું કાળી ને અકાળ, એ બધું એની પર્યાયમાં છે એમ જાણવું કરીને... આહાહા.! અંતર્મુખ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, વીતરાગી બિંબ આખું ચૈતન્ય પ્રતિમા છે એ. તેની નજરબંધી, નજરને બાંધીને એટલે ત્યાં નજરુને નાખીને, આહાહા...! જે સમ્યગ્દર્શન થાય એ ચાર ભાવના ભાવને છેદનારો અથવા તેને ચારનો અભાવ છે. પાઠમાં છેદનારો લખ્યું) છે પણ ટીકાકારે ન્યાય અંદરથી કાઢ્યો છે. આહાહા...!
ધર્મીને દૃષ્ટિમાંથી જ્યાં ચૈતન્ય ભગવાન ભાળ્યા, ભાસ્યા ને પ્રતીતિ થઈ એને આ ચાર ભાવ તો છે જ નહિ, કહે છે. એના સ્વભાવમાં એ નથી તેની દૃષ્ટિના વિષયમાં નથી. આહા ! એ દૃષ્ટિમાંય નથી. આહાહા.! ઓહોહો.! બહુ સરસ ગાથા આવી છે. મિથ્યાત્વાદિ ભાવો છે ખરા-હતા ખરા “તેને) અભાવ હોવાથી... આહાહા...! સમ્યગ્દર્શનમાં મિથ્યાત્વનો અભાવ ખરો પણ અહીં તો કહે છે કે અવ્રત, કષાય ને યોગનો અભાવ છે, સાંભળને. આહાહા..!
એ જ્ઞાતા-દષ્ટામાં રહી ગયું હવે. સમજાણું? એની દૃષ્ટિમાં ને દૃષ્ટિની પરિણતિમાં એ