Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 495
________________ શ્લોક-૧૬૦ ૪૮૧ કાયમ રહે છે. આહાહા..! એ તો ‘સતતં’ કહ્યું ને? નિરંતર નિઃશંક વર્તતો થકો...’ પર્યાયમાં નિરંતર નિઃશંક વર્તતો થકો. આહાહા..! ચાહે તો નિંદ્રાનો કાળ હોય, ચાહે તો લડાઈનો કાળ હોય. આહાહા..! એ પોતે નિઃશંક વર્તતો થકો, સહજ જ્ઞાનને...' ત્રિકાળી જ્ઞાનને. ત્રિકાળી આત્માને સદા અનુભવે છે.’ એ પર્યાય. ત્રિકાળી શાયક ભગવાનનો આશ્રય લીધો છે, દૃષ્ટિ કરી છે તેથી તેના આશ્રયમાં તેને જ તે સદા અનુભવે છે. આહાહા..! આવી વાતું હવે. હવે અહીં તો લોકોને વ્યવહારધર્મ અણુવ્રત ને મહાવ્રત ને સમિતિ ને ગુપ્તિ, એમાં અટકે. એ તો વિકલ્પ છે એને વ્યવહારધર્મ તો આ નિશ્ચયધર્મ પ્રગટ્યો છે તેને ઓલો આરોપથી વ્યવહારધર્મ (કહ્યો). છે તો એ અધર્મ, ધર્મ નથી. આહા..! ધર્મ હોય તો છૂટી ન જાય. ધર્મ હોય તો તો સિદ્ધમાં પણ રહે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જો ધર્મ હોય તો એ તો સિદ્ધમાંય રહે છે. જો એ (વ્યવહારધર્મ) ધર્મ હોય તો સિદ્ધમાં પણ રહેવો જોઈએ. સત્ય બોલવું, સમિતિ-ગુપ્તિમાં રહેવું તો એ તો એને ત્યાં છે નહિ. આહાહા..! ધર્મી જીવ તો એને કહીએ કે જેણે આત્માના સ્વભાવની ત્રિકાળી દૃષ્ટિથી અનુભવ કર્યો છે, આહાહા..! તેની સત્તાનો પૂર્ણનો સ્વીકાર થયો છે. તેને એ સત્તામાં જેમ ભય ને શંકા નથી તેમ તેની દશામાં પણ શંકા ને ભય નથી. આહાહા..! સમજાણું કાંઈ? આવી વાતું છે. આહા..! તે તો જ્ઞાનને... એટલે આત્માના સ્વભાવને, જ્ઞાન એટલે આત્મ સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય, તેને સદા અનુભવે છે.' આહાહા..! એક તો નિરંતર કહ્યું, સ્વયં પોતે, નિરંતર અને અહીં સદા કીધું પાછું. એટલે ત્રિકાળ એનો ભાવ નિરંતર વર્તે છે. આહાહા..! ભાવાર્થ :- ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ...' ઇષ્ટ નથી એવું અપ્રિય. એકાએક ઉત્પન્ન થશે તો?” આહાહા..! આમ બેઠો હોય ખાવા અને સર્પ કોઈ કાળો નાગ આવે તો? અરે..! લગન વખતે, એક પતિ-પત્નીના લગન થતા હતા અને આમ હાથ કરવા જાય ત્યાં નીચે મોટો સર્પ ક૨ડ્યો, વ૨ ન્યાં મરી ગયો. નાશવાનમાં શું હોય? બાપુ! ઇ અકસ્માત નથી, હોં! આમ અંદર હેઠે પગ હોય અને આમ માથે આમ હાથ કરીને બેઠા હતા, ત્યાં એ મોટો નાગ હતો. વ૨ને અંગુઠે કરડ્યો, એવો નાગ આકરો (હતો કે), ત્યાંને ત્યાં ઢળી પડ્યો, મરી ગયો. આ દશા. કેટલી હોંશું હશે! જાણે આહાહા..! અરે..! શેની હોંશું? ભાઈ! નાશવાનની હોંશું શેની? પ્રભુ! આહા..! નાશવાનની હોંશમાં અવિનાશી હણાય જાય છે. આહાહા..! સમજાણું કાંઈ? અહીં તો નિરંતર સદા, બે શબ્દ વાપર્યાં છે ને? સતતં સ્વયં સહપ્ન સવા અનુમવતિ’ આહાહા..! જ્યાં જેને આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન, એની જ્યાં દૃષ્ટિ અને અનુભવ થયો છે તે ધર્મી, એ સમકિતી. તેને નિરંતર સદા, નિરંતર (એટલે) કાયમ, સદા (એટલે) ત્રિકાળ. આહાહા..! તેનો અનુભવ વર્તે છે. અનુભવે છે. આહાહા..! ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે :- આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ,...’ ભગવાન જ્ઞાનસ્વરૂપી જે ચીજ છે, જ્ઞાન એટલે આ લૌકિક નહિ,

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598