________________
૨૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કિયા એ તો રોગ છે. આહાહા...! રાગ છે, રોગ છે. આહાહા...!
સાક્ષાત્ મોક્ષસ્વરૂપ તો નિરામય. આમય નામ રોગરહિત. સમસ્ત ક્લેશથી રહિત. આહા.! કહે છે? જે મોક્ષનું કારણ છે એ તો ક્લેશ રહિત છે. ક્લેશ નામ શુભરાગથી રહિત છે. ક્લેશરહિત) નામ શુદ્ધ નિર્મળ પરિણતિવાળું છે અને આનંદની પર્યાયસહિત છે અને રાગની ક્રિયા તો દુઃખ સાથે દુઃખરૂપ છે, ક્લેશ છે. આહાહા...! આત્માના જ્ઞાન વિના, અનુભવ વિના એ ક્રિયાઓ કરે તો કરો, ચૂરો થઈને મરી જાઓ, પણ તેનાથી તને ધર્મ નથી. આહાહા...!
નિરામય–આમય નામ ભાવ રોગાદિ સમસ્ત ક્લેશ રહિત પદ છે, ભગવાન, એ તો સ્વયં સંવેદ્યમાન છે. પોતાના આનંદનું સ્વયં વેદન કરવું, અતીન્દ્રિય આનંદનું (વેદન કરવું) એ આનંદ મોક્ષની ક્રિયા છે. આહાહા...! આવી વાતું, લ્યો. બિચારા આટલા આટલા અપવાસ કરે, દસ દસ બાર વર્ષની છોડીયું, ફોટા આવે કે બાર વર્ષની છોડીએ દસ અપવાસ કર્યા, કોઈમાં આઠ કરે, ફોટા આવે (એટલે) રાજી રાજી થઈ જાય. આહાહા.! એ ક્લેશ કરો તો કરો, મરી જાઓ, ભગ્ન નામ શરીરનો ચૂરો થઈ જાય પણ તેનાથી ધર્મ થતો નથી. આહાહા..!
મુમુક્ષુ :- કર્મકાંડને તો ઉડાડી દીધા.
ઉત્તર :- કહે છે, મારી જાને કર્મકાંડ કરીને. એ તો રાગ છે, રોગ છે. આહાહા...! આ યજ્ઞ કરે છે ને એ બધી ક્રિયાઓ તો જિનાજ્ઞા બહારની, વ્યવહારવાળાની એ તો મરી જાય. કરે ને તપસ્યા, નગ્ન થઈને બેસે ને અગ્નિ, ૧૦૮ ધૂણી લગાવે. પાંચ છાણા અહીં, પાંચ છાણાં અહીં, પાંચ છાણા અહીં (એમ) ૧૦૮ (છાણા મૂકે) અને વચમાં બેસે અને અગ્નિ (સળગાવે). એવા બાવા હોય છે. લોઢાના સળિયા, લોઢા હોય ને લોઢા? એના અણીદાર સળિયા હોય એના ઉપર સૂવે. આ અન્યમતિના બાવા એવા હોય છે. લોઢાના પચીસ-પચાસ (સળિયા) લાંબા હોય એમાં સૂવે. અણી, હોં ! અણીદાર, એની ઉપર સૂવે. શરીરમાં કાણા પડી જાય. એમાં શું છે? એ તો અન્યમતની વાત કરી. અહીં તો જૈનમતમાં રહેલા, કથંચિત્ વ્યવહાર જિનાજ્ઞામાં કહ્યો છે પણ નિશ્ચયના ભાન વિના એ વ્યવહાર કરે છે, મરી જાઓ, કહે છે. આહાહા....!
એ પદ છે એ તો સ્વયે સંવેદ્યમાન છે.” નિજ આનંદનું વદન થવું એ મોક્ષના કારણરૂપ ક્રિયા છે. આનંદસ્વરૂપ ભગવાનની આનંદમય પર્યાય, આનંદનું વેદન છે. સ્વયં ઉપલભમ્પમાનં– એ આત્માથી પ્રાપ્ત થાય છે. આહાહા...! આવી વાતું હવે. “અને સ્વયં સંવેદ્યમાન છે.” એક તો નિરામય પદ છે, રાગ વિનાનું પદ છે અને બીજું સ્વસંવેદ્યમાન છે. તેને કારણે સ્વ આનંદ સ્વરૂપ ભગવાન, તેનું સ્વ નામ પોતાનું વેદન, આનંદનું વેદન પર્યાયમાં છે. આહાહા..!
એવું આ જ્ઞાન તો જ્ઞાનગુણ વિના..” એવો જ્ઞાનગુણ એટલે આત્માના સ્વભાવ વિના.