________________
૪૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પછી અંદર આનંદમાં રહેતાં કર્મના રજકણો અને અશુદ્ધતા ટળી જાય છે. આહાહા...! તે બાહ્ય અને અત્યંતરના ભેદથી બે પ્રકારનું તપ છે. અનશનાદિ ભેદથી બાર પ્રકારનું છે, અત્યંતર અને બાહ્યથી બે પ્રકારનું છે અને બાહ્ય અત્યંતરના ભેદથી બાર પ્રકારનું છે. એ ત૫ જન્મરૂપી સમુદ્ર પાર કરવાને માટે જહાજ સમાન છે. આહાહા...!
જ્ઞાતૃતત્ત્વ જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન, સ્વપરને જાણનારું અને શબ્દને પણ જાણનારું એવું જે જ્ઞાયકતત્ત્વ જેણે સમ્યજ્ઞાન નેત્ર દ્વારા જેનો નિર્ણય કર્યો છે, આહા! એ પછી એમાં લીનતા કરે છે, તપે છે, સૂર્ય જેમ પ્રકાશથી શોભે છે એમ પોતાનો પ્રકાશ, જ્ઞાનના પ્રકાશની ઉગ્રતાના પ્રતાપથી કર્મ બળી જાય છે. એને અહીં તપ કહેવામાં આવે છે. આ ઉત્તમતપ, હોં! દસ ઉત્તમ (ધર્મ) છે ને? એટલે ઉત્તમતપમાં પહેલું સમ્યજ્ઞાન અને દર્શન હોવું જોઈએ. એ વિના તપ એ તપ છે નહિ. આહાહા.!
બીજો. આમાં જરી લાંબી વાત છે. જે ક્રોધાદિ કષાયો ને પંચેન્દ્રિય વિષયોરૂપ ઉદ્ધત અનેક ચોરોનો સમુદાય ઘણી મુશ્કેલીથી જીતી શકાય છે. તે તારૂપી સુભટ દ્વારા, આહાહા.! એ ભગવાન આનંદ અને જ્ઞાયક સ્વરૂપમાં લીનતા દ્વારા, અંતરના આનંદમાં રમવા દ્વારા, બળપૂર્વક માર ખાઈને નાશ પામે છે (અર્થાત) રાગાદિ મરી જાય છે. આહાહા.! જીવતી જ્યોતને જ્યાં જાગૃતપણે ઉગ્ર કરે છે ત્યાં રાગ અને કર્મ તે મરી જાય છે, બાળી નાખે છે. આહાહા...! આને તપ કહેવાય. આ તો નથી જ્યાં સમ્યગ્દર્શન, જ્ઞાન ને ભાન અને અપવાસ કર્યા ને આ કર્યા, તપસ્યા કરી), એ તપસ્યા તે નિર્જરા (એમ માને. ધૂળેય નથી નિર્જરા. આ નિર્જરા અધિકાર છે ને? બપોરે ચાલે છે એમાં આ જ અધિકાર આવશે. આહા...!
માર ખાઈને નાશ પામે છે. આહાહા...! એટલે? ભગવાન જ્ઞાનસ્વરૂપી ભગવાન, એમાં લીનતા કરવાથી રાગ અને કર્મ માર ખાઈને, મરી જઈને નાશ પામે છે. આહા...! જીવતી
જ્યોત જાગૃત કરતા... આહાહા.! ચૈતન્યના પ્રકાશને જાગૃત, ઉગ્ર કરતા એ રાગ અને કર્મ તપીને બળી જાય છે, મરી જાય છે, કહે છે. આહાહા...! એને તપ કહેવામાં આવે છે. અત્યારે તો તપની વ્યાખ્યા આઠ, દસ અપવાસ કરે દસલક્ષણના ને થઈ ગયું તપ. ધૂળેય નથી. આહા...! એમાં (કષાય મંદી હોય તો કદાચિત્ પાપાનુબંધી પુણ્ય બંધાય. પાપાનુબંધી પુણ્ય. આહાહા.! આ (ઉપર કહેલા) તપને ભગવાન તપ કહે છે. આહા.!
ધર્મરૂપી લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષનગરીના માર્ગે સર્વ પ્રકારના વિબ, બાધાઓથી રહિત થઈને, આહાહા... અંતરની આનંદની રમણતામાં બાધા, પીડા રહિત થઈને અંદરથી મોક્ષની નગરીમાં ચાલ્યો જાય છે. પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિને રસ્તે ચાલ્યો જાય છે. આહાહા...! આવું સ્વરૂપ છે. લોકમાં મિથ્યાત્વાદિ નિમિત્તે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું હતું તેની અપેક્ષાએ તપથી ઉત્પન્ન થતું દુઃખ અલ્પ છે. દુઃખ એટલે દુઃખ તો નથી પણ એમ કે બહારમાં જે દુઃખો સહન કરવા એ કરતાં અંતરમાં રમતા જરી પ્રતિકૂળતા અને સહન કરવું એ અલ્પ