________________
૨૯૧
ગાથા-૨૧૧ ‘સર્વાર્થસિદ્ધિ છે, “સર્વાર્થિસિદ્ધનું મોટું પુસ્તક છે, ‘તત્ત્વાર્થ સૂત્રની ટીકાનું, એમાં ઉપકારનો અર્થ કર્યો છે. પણ ઉપકાર કોણ કરે? કોની પર્યાય કોની પાસે ખસે? આહાહા...! હેં?
મુમુક્ષુ :- શાહુકાર હોય એ ગરીબને રસ્તે ચડાવે.
ઉત્તર :- કોણ ચડાવે? ધૂળ. એ તો પોપટભાઈ’ કહેતા હતા. એમના સાળાને કહ્યું હતું. ઓલાને તો પૈસા બે અબજ, ચાલીસ કરોડ. અઢી અબજ. આ “પોપટભાઈ'. આટલા પૈસા ને તમે આ બધું શું કરો છો? ત્યારે જવાબ આપ્યો. પાવર ફાટી ગયેલા હોય અજ્ઞાનીના. કહે, આ તો લોકોનો નિર્વાહ થાય માટે કરીએ છીએ. હજારો માણસો નિર્વાહ પામે છે, હજારો માણસો. આહાહા...! કોણ નિર્વાહ કરે? પ્રભુ! તને શું થયું આ? આહાહા...!
- વાણીનો પરિગ્રહ. આહાહા.! જ્યાં જ્ઞાનસ્વરૂપ ભગવાન જાણનાર-દેખનારો નાથ જાગ્યો ને જોયું... આહાહા..! કે આ પ્રભુ તો ચૈતન્યનો ગંજ છે, આનંદનો પૂંજ છે. આહા.! શાંતિનો સાગર છે. આહાહા...! એવી જ્યાં અંતરદૃષ્ટિ ને અનુભવ થયો તો જ્ઞાનીને એ વચનનો પરિગ્રહ કેમ હોય? આહાહા...! સમજાણું કાંઈ? એ જડની પર્યાય છે. વાણી તો જડની પર્યાય છે. ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી કે જેને ઇચ્છા નથી. એમ જેને, આહાહા.! વચનનો પરિગ્રહ જેને નથી. કેમકે એની ઇચ્છા નથી. આહાહા...!
કાય.” આ શરીર–કાય. ઔદારિક, વૈક્રિયક, આહારક, કામણ, તૈજસ કાય. આહાહા....! એ અજ્ઞાનમય છે. ભગવાન જ્ઞાનમય છે. એને અજ્ઞાનમય ભાવની ઇચ્છા-પરિગ્રહ કેમ હોય? આહાહા...! આ તો મારું શરીર, મને રોગ થયો છે, હું નિરોગ છું, આહાહા.! કોણ છે? પ્રભુ! આહાહા.! એ શરીરની દશાઓ ને શરીર અજ્ઞાનમય છે. જ્ઞાનમય એવા ધર્મી જીવને એ શરીર મારું છે, એવો પરિગ્રહ નથી. ગજબ વાતું, બાપુ ધર્મીની શરતું બહુ મોટી. આહાહા...! હૈ? આહા! બે-પાંચ લાખ દીધે કાંઈ ધર્મ થાતો નથી, એમ કહે છે.
મુમુક્ષુ :- રૂપિયા તો આપે છે.
ઉત્તર :- કરોડો આપી ધે પણ ક્યાં એની ચીજ હતી તે આપે? એ તો જડ છે. એની ક્રિયાવતી શક્તિને કારણે જવાનું હોય ત્યારે જાય અને રહેવાનું હોય તો રહે. આહાહા...! પ્રભુ! મારગ બહુ જુદો, ભાઈ!
કાયાનો જેને પરિગ્રહ નથી. કેમકે કાયા તે અજ્ઞાનમય વસ્તુ છે. આહાહા.! અજ્ઞાનમય ચીજ તે જ્ઞાનમય ભગવાનની કેમ હોય? આહાહા.! એ કાયા... આહાહા.! હવે ઓલામાં એમ આવે, ભાઈએ કહ્યું, “શરીર મધ્યમ્ ઘર્મ સાધન પુરુષાર્થસિદ્ધિ ઉપાય'. એ તો નિમિત્તનું કથન. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવે છે. પહેલા પાઠમાં શરૂઆતમાં આવે છે). અહીં તો કહે છે કે, ધર્મી જ્ઞાનમય ભગવાન સચ્ચિદાનંદમય પ્રભુ જ્યાં અનુભવમાં આવ્યો, જેની પક્કડ થઈને એ જ પરિગ્રહ મારો છે, એને કાયાનો પરિગ્રહ કેમ હોય? આહાહા...!
શ્રીમદ્ ન કહ્યું? કાલે કહ્યું હતું નહિ? “એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં