________________
૪૦૩
શ્લોક–૧૫ર રીતિ હે નાથ! તમારા જ્ઞાનમાં અમારી ચીજ આવે છે તો અમારી ચીજને આપ કેવી જુઓ છો? પ્રભુ! આપ તો અમારી ચીજને શુદ્ધ જુઓ છો. રાગ ને પુણ્ય એ અમારા છે નહિ, એમ આપ તો જુઓ છો. આહાહા..! સમજાણું? આવી વાતું, બાપુ! આહા! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે અને એ વિના બધું નિરર્થક છે. એકડા વિનાના મીંડા, લાખ મીંડા લખે ને એકડો ન હોય તો મીંડાની કાંઈ કિંમત નથી. અને એક એકડો આવે ને પછી મીંડુ ચડે તો દસ થઈ જાય. એમ સમ્યગ્દર્શન પછી જો સ્થિરતા આવી જાય તો સંગ થઈ જાય. સમજાણું? આહા...!
પતિ પાસ્ત-૨Rવન.] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. આહાહા...! રાગ આવે છે પણ રાગ રચું, તેનાથી દૂર થઈ ગયો છે. આહાહા...! સમજાણું? ધર્મી રાગની રચના કરતા નથી. એ ધર્મી તો જ્ઞાનની રચના કરે છે. આહાહા.. કેમકે આત્મામાં એક વીર્ય ગુણ પડ્યો છે. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. આ વીર્ય રેત છે જેનાથી) દીકરી, દીકરા થાય એ તો જડ છે. આત્મામાં એક વીર્ય નામનો સ્વભાવ, ગુણ છે. એ વીર્યનો ધરનાર ભગવાન, તેની જેને દૃષ્ટિ અને સમ્યગ્દર્શન થયું તો તેની વીર્યની રચના નિર્મળ પર્યાયની રચના કરે છે. એ રાગની રચના નથી કરતા. આહાહા...!
પુણ્ય-પાપના અધિકારમાં આવ્યું છે ને? કે, જે રાગમાં રહે છે અને રાગથી ખસીને અંદર જતા નથી તે નપુંસક–પાવૈયા–હીજડા છે. શું કહ્યું? કે, જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગ છે તેમાં ટકયો છે અને તેમાંથી ખસતા નથી, આ બાજુ આવતા નથી, એ નપુંસક છે. કેમકે રાગમાં આત્માની પ્રજા થતી નથી. આહાહા...! જેમ નપુંસકને વીર્ય નથી, નપુંસકને પ્રજા થતી નથી. હીજડા હોય છે ને? પાવૈયા. એમ ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે, અંદર તું રાગથી ભિન્નતા નથી કરતો તો નપુંસક છો, પુરુષ નહિ. આહાહા.! પુરુષ તો એને કહીએ, પોતાના ચૈતન્ય સ્વભાવમાં સૂતો, રહેતો પુરુષ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવ્યું છે. પોતાના ચૈતન્ય સ્વભાવમાં સૂવે, રહે તે ચૈતન્ય છે. રાગમાં સૂવે એ તો અચેતન, જડ છે. આહાહા.! આવો માર્ગ છે?
જેણે કર્મ પ્રત્યે...” એટલે રાગ. રાગની રચના દૂર કરી છે. આહાહા...! સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘનમાં વીર્ય નામનો એક ગુણ છે, તો સમ્યક દૃષ્ટિમાં જ્યારે આખા દ્રવ્યની દૃષ્ટિ થઈ તો વીર્યગુણની રચના નિર્મળ પરિણતિ કરે એ તેની રચના છે. રાગની રચના કરે એ વીર્ય નહિ, એ સ્વનું વીર્ય નહિ. આહાહા. સ્વનું બળ નહિ. આહાહા.! અરે.રે...! આવો વખત. એ કહ્યું ને? ભાષા ટૂંકી છે પણ અંદર ભાવ ઘણા ભર્યા છે. આહા...! એક જગત” શબ્દ હો તો “જગત” શબ્દ ત્રણ અક્ષરનો છે. જ-ગ-ત. કાનોમાત્રા વિના. છતાં જગત એટલે ચૌદ બ્રહ્માંડ આવી જાય. અનંતા સિદ્ધ (આવી જાય). આહા...!
એમ અહીંયાં કહે છે, પ્રભુ તને નિર્જરા ક્યારે થશે? કે જ્યારે જ્ઞાનસ્વરૂપ