________________
૪૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાનમાં રહેવું જો ખસી ગયું.. ખસી ગયો ને શું કહે છે હિન્દીમાં? હટ ગયા.
અમે તો ગુજરાતી છીએ ને. બધું હિન્દુ નથી આવડતું, થોડું થોડું આવડે છે. આહાહા.! અહીં તો શરીરને નેવું વર્ષ થયા, નેવું, સોમાં દસ ઓછા. અમે તો ગુજરાતમાં છીએ, અહીંના છીએ. અહીંયાંથી અગિયાર માઈલ ‘ઉમરાળા' છે. ત્યાંનો જન્મ છે. અમારી દુકાન પાલેજ (છે). આવ્યા છે ને અમારા? હસુ ને “નટુ’. ‘ભરૂચ’ અને ‘વડોદરા વચ્ચે પાલેજ છે. દુકાન ત્યાં હતી. દુકાન હતી ત્યાં નવ વર્ષ રહ્યા. હૈ?
મુમુક્ષુ :- હવે દુકાન ક્યાં છે?
ઉત્તર :- હવે દુકાન આ છે. પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. સત્તર વર્ષથી બાવીસ. સત્રહ કહતે હૈ, ક્યા કહતે હૈં? એક ઔર સાત. સત્તર વર્ષથી બાવીસ, પાંચ વર્ષ દુકાન ચલાવી. દુકાન છે, આ છોકરાઓ આવ્યા છે, મોટી દુકાન છે. મોટી લાખોની પેદાશ છે, અત્યારે. ધૂળની, પાપની દુકાન છે ઈ. આહા.આહાહા...!
કહે છે કે, જો તને આત્મજ્ઞાન અને આત્માનું ભાન થયું હોય, પ્રભુ! તો તું આત્માના જ્ઞાનમાં રહે. તું રાગમાં આવીને રાગની મીઠાશ ન કર. આહાહા.! આવો માર્ગ. વીતરાગ. જ્ઞાનમાં વસ. “જ્ઞાનરૂપ રહેતો.” છે ને? જ્ઞાતા-દષ્ટપણે રહેતો થકો. આહા.! કેમકે તારી ચીજ એ જગતચક્ષુ છે. તું તો જગતચક્ષુ-જ્ઞાનસ્વરૂપી છો. તો પરને અને સ્વને જાણવાની તાકાતવાળો તું છો. પરને ભોગવવું એ તારી ચીજમાં છે જ નહિ. આહાહા...! અને પરને કરવું એ પણ તારી ચીજમાં છે નહિ. આહાહા...! અહીં તો હજી સમ્યગ્દર્શનમાં, ચોથા ગુણસ્થાનમાં, આહા! કહે છે કે, પ્રભુ! તને કર્મના નિમિત્તને વશ થઈને નબળાઈથી, બળજોરીથી કોઈ રાગ આવે તો રાગનો ભોગ ન લેતો. રાગના ભોગનો અર્થ મને રાગનો ભોગ છે, એમ નહિ માનતો. તને તો પ્રભુ જ્ઞાનનો ભોગ છે ને. આહાહા...! આવી ચીજ માણસને ઝીણી પડે. લોકોને બહારમાં ચડાવી દીધા. આહા.! મૂળ ચીજ એકડા ન મળે ને મીંડા ચડાવી દીધા. આહા..! આ તો સમ્યગ્દર્શન ત્રણલોકનો નાથ કોને કહે છે એની અહીં તો પહેલી વાત છે. આહાહા.! સમજાણું કાંઈ?
માટે જ્ઞાનરૂપ રહેતો.” એટલે? આત્મા જ્ઞાતા-દષ્ટા રહે છે એવું તને ભાન તો થયું ત્યારે તો સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે, ત્યારે જ્ઞાની કહેવામાં આવે છે. ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ હે જ્ઞાની! તું જ્ઞાનમાં રહે. રાગ આવે છે તેની અંદર નહિ ચાલ્યો જતો. રાગની મીઠાશમાં રાગમાં પ્રવેશ નહિ કરતો. આહાહા..! આવી વાતું છે.
તિપસ્વ-રવિન:] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે... આહાહા...! જ્ઞાનસ્વરૂપી ભગવાન, એક ભજનમાં એવું આવે છે. પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગત દેખતા હો લાલ.” હે નાથા સર્વજ્ઞ પરમેશ્વર તમે જગતને જુઓ છો. નિજ સત્તાએ શુદ્ધ સહુને પંખતા હો લાલ.” પ્રભુ! અમારી સત્તા, અમારું હોવાપણું તેને આપ શુદ્ધ જુઓ છો. આ ભગવાન અંદર છે. પ્રભુ તુમ જાણગ