________________
૩૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પરથી ભિન્ન છે તો પરના ગમે તેટલા સંયોગ હોય તે તને નુકસાનનું કારણ છે અથવા એ પરના ઘણા સંયોગ તને અજ્ઞાન કરાવી લ્ય, આહાહા.! ઘણા સંયોગો તને વિપરીત બુદ્ધિ કરાવે, તાકાત નથી, કહે છે કોઈની. આહાહા.! સમજાણું કાંઈ? અને ઘણા સંયોગોમાં આવ્યો માટે તને બંધનું કારણ થયું, એમ નથી. કેમકે સંયોગ પરદ્રવ્ય છે તેનાથી તને નુકસાન કાંઈ નથી.
તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર.” આ વાત છે. ઘણા સંયોગમાં આવ્યો માટે મને બંધ થશે એવી શંકા ન કર, એમ કહે છે. આહાહા.! શું કહ્યું? ભાઈ! ઝાઝા સંયોગમાં શરીરમાં, એવા પૈસામાં, સ્ત્રીના શરીરના સંયોગમાં આવ્યો, આહા...! માટે એને લઈને મને બંધ થશે એમ શંકા ન કર. આહાહા...! શું કહે છે? ભાઈ! આહાહા.! પરના સંયોગમાં તું આવ્યો એ ભલે હો, એનાથી તને બંધ થશે એવી શંકા ન કર, બસ, આ વાત છે. સમજાણું? છે એમાં? આહાહા.! ભોગવનો અર્થ છે કે, સંયોગો ઘણા ભલે હો, એમ. પણ એનાથી તને નુકસાન નથી. આહાહા.! તારી દૃષ્ટિ જો રાગ અને પુણ્યના પરિણામ પર ગઈ તો તો તને નુકસાન તારાથી છે, એ પરદ્રવ્યથી નથી. હૈ? આહાહા...! હવે આવી વાતું સાંભળવા મળે નહિ, ઝીણી પડે. શું થાય? ભાઈ!
પૂર્ણાનંદનો નાથ પ્રભુ! અનંત ગુણધામ સુખધામ આવે છે ને? “શ્રીમમાં. “સ્વયં જ્યોતિ સુખધામ” આહાહા...! ચૈતન્યજ્યોત અને સુખધામ, આનંદનું સ્થાન, આનંદનું ખેતર છે, એમાંથી આનંદ પાકે. આહા.! એવા જીવને, જેને આનંદ પાકયો છે એવા આનંદ સ્વભાવી જીવને પરના નાનામોટા સંયોગને લઈને પરિણામમાં કંઈ ફેરફાર થાય, એમ નથી. સમજાય છે કાંઈ? એને સંયોગમાંથી શંકા ઉઠાવી દીધી કે, આ ઝાઝા સંયોગમાં આવ્યો માટે મને બંધ થશે, જ્ઞાનીને એ ભાવ હોય નહિ. આહાહા.! અરે. જેને વસ્ત્રનો ધાગો પણ ન રહ્યો, સંયોગ છૂટી ગયો માટે તે ધર્મી છે, એમ નથી. સંયોગના ઘટાડા-વધારાથી ધર્મ ને અધર્મનું માપ એમ નથી. આહાહા.!
ઉપભોગ ભોગવવાથી. એટલે કે સંયોગમાં આવવાથી મને બંધ થશે એવી શંકા ન કર.” આહા...! ઝીણી વાત છે, પ્રભુ! એ મારગડા એના જુદા, ભાઈ! આહાહા.. જૈનમાર્ગ કોઈ જુદા, ભાઈ! એ વસ્તુનો સ્વભાવ વર્ણવે છે, પ્રભુ! વીતરાગદેવ પૂર્ણ આત્માનો સ્વભાવ વર્ણવે છે. પ્રભુતારો સ્વભાવ તો શુદ્ધ છે ને! અને એ સ્વભાવનું જેને ભાન થયું એને સંયોગો ઘણા દેખાય માટે તેને પાપ થયું કે અપરાધ થયો, એમ નથી. આહાહા...! આ સિદ્ધાંત. આ સ્વચ્છંદી થવા માટે નથી. એને પરથી દોષ થાય એવી શંકા ટાળવાની વાત કરી છે. આહાહા.! આવો ઉપદેશ.
જો એવી શંકા કરીશ” કે પરદ્રવ્યનો ઘણો સંયોગ માટે મને કંઈ નુકસાન થયું એમ