________________
ગાથા-૨૨૦ થી ૨૨૩
૩૮૫
છોડી, રાગને પોતાનું માને એવું અજ્ઞાન કરે ત્યારે તેને દર્શનમોહ અને જ્ઞાનાવરણીયનું નિમિત્ત કહેવામાં આવે. નિમિત્તનો અર્થ ઇ કરે નહિ કાંઈ. આહાહા..! સમજાણું કાંઈ? જ્ઞાનાવરણીય કર્મ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય આત્માને જ્ઞાનની હિણી દશા કરે, ત્રણકાળમાં નહિ. તેમ જ્ઞાનાવરણીયનો ઉઘાડ થયો માટે અહીં જ્ઞાનની વિકાસ દશા થાય, બિલકુલ નહિ. આહાહા..! પોતાની જ્ઞાનસ્વભાવની દૃષ્ટિ થતાં નિર્મળ જ્ઞાનનો વિકાસ પોતે કરે ત્યારે કર્મનો ઉઘાડ તેને નિમિત્ત કહેવામાં આવે. પણ એને લઈને અહીં આત્મામાં વિકાસ થાય છે, એમ નથી. ઇ મોટો પ્રશ્ન ચાલ્યો હતો, નહિ? ‘વર્ણીજી’ સાથે. ઇ કહે, જ્ઞાનાવરણીય કર્મને લઈને આત્મામાં જ્ઞાનની હિનાધિક દશા થાય છે. જ્ઞાનાવરણીય ઘટે તો અધિક દશા થાય. કીધું, એમ છે નહિ. મોટી ચર્ચા ચાલી હતી. મૂળ આખા ત્રણે જૈન સંપ્રદાયમાં કર્મથી થાય, પરદ્રવ્યથી થાય, એમ માને. એટલે આ વાત ન ગોઠી. કીધું, બિલકુલ કર્મને લઈને આત્મામાં જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન હણાય, બિલકુલ નહિ. પોતે જ જ્ઞાનની દશાને હણે છે એથી જ્ઞાન ઘટી જાય છે અને જ્ઞાનનો પોતે જ વિકાસ કરે છે ત્યારે વધી જાય છે. આહા..! સમજાણું કાંઈ? મોટા મોટા પંડિતો ગોથા ખાય છે અને સાંભળનારને કંઈ ખબર ન હોય (એટલે) જય નારાયણ, સાચી વાત કીધી. અમારે જુઓને કર્મનો ઉદય છે તો જ્ઞાનનો એટલો ઉઘાડ નથી. એમ છે જ નહિ. એ તારી પોતાની જ પરિણિત જ્ઞાનની હિણીપણે તું પરિણમાવે છો તેથી જ્ઞાનનો વિકાસ થતો નથી.
એ તો આવી ગયું ને? ભાઈ! પંચાસ્તિકાય’ નહિ? ‘વિષયપ્રતિબદ્ધ’. આહાહા..! ‘પંચાસ્તિકાય’(માં) ‘વિષયપ્રતિબદ્ધ” (આવે છે). જ્ઞાન ભગવાન એ અલ્પ વિષયમાં રોકાઈ ગયું એ જ એને પ્રતિબદ્ધ છે. આહાહા..! કર્મને કારણે નહિ. આહાહા..! આવી વાત. જે જ્ઞાન ભગવાનઆત્મા, એની દશા અલ્પ, અલ્પ શક્તિના વિષયમાં રોકાઈ ગઈ એ જ પ્રતિબદ્ધ અને વિશેષ શક્તિના વિકાસને રૂંધનાર છે. શું કહ્યું ઇ? અને ત્યાંયે કહ્યું ને? સોળમી ગાથા, ‘પ્રવચનસાર’. ‘સ્વયંભૂ’. દ્રવ્ય ઘાતિકર્મ અને ભાવ ઘાતિકર્મ. બે લીધા. દ્રવ્ય જડ છે એ આત્માને નુકસાન કરતું નથી પણ ભાવઘાતિ પોતે પર્યાયને ઘાત કરે છે. આહાહા..! હવે આ કેમ બેસે? એકેન્દ્રિય જીવને જ્ઞાનાવરણીયનું જોર છે માટે હીણી દશા છે, એમ નથી. આહાહા..! એના ભાવ ઘાત કરવાની પર્યાય પોતાની છે. દ્રવ્યઘાત તો ત્યારે નિમિત્ત કહેવામાં આવે છે. આવી વાતું, ભાઈ!
એ (સંવત) ૧૯૮૪માં ‘વીરજીભાઈ’ સાથે પ્રશ્ન થયેલો. ‘રાણપુર’ ૧૯૮૪માં. એમ કે, આ નિગોદના જીવને કર્મના ઘણા પ્રકાર છે એને લઈને અહીં હીણી દશા છે? એને લઈને કાંઈ નથી. આત્મામાં એટલા પ્રકારના ઘાતની અવસ્થાનું સ્વરૂપ છે તેથી તેનો ઘાત થઈ રહ્યો છે. જેટલા પ્રકારના કર્મ નિમિત્ત છે તેટલા જ પ્રકારનો ઘાત અહીંયાં પોતાથી થઈ રહ્યો છે. અરે.....! વીરજીભાઈ’ વકીલ હતા ને? એમ કે, કર્મ તો પદ્રવ્ય છે અને આત્માને