________________
ગાથા-૨૧૨
૩૦૩ આહાહા...! તેં કોઈ દિ સાંભળી નથી, બેઠી નથી, ભાઈ! આહાહા...!
કહે છે, પ્રભુ અનંતા અનંતા એટલા મહા ગુણોનો અનંતનો અનંતનો અંત ક્યાંય નથી આકાશના પ્રદેશની જેમ. આહાહા...! એમ ને એમ જાણી લેવું એમ નહિ) પણ એના ભાવમાં ખ્યાલ આવવો, ભાસન (થવું જોઈએ). દસે દિશાઓમાં આકાશની અનંતી શ્રેણી, ધારા એક એક આકાશની શ્રેણી આમ ક્યાંય ગઈ એનું પૂરું નથી, આમ ગઈ એમાં પૂરું નથી, આમ ગઈ ત્યાં પૂરું નથી, હેઠે ગઈ એમાં પૂરું નથી. આહાહા.! એવા આકાશના પ્રદેશો કેટલા હશે? એક આકાશમાં અનંતી શ્રેણીઓ આમ. એ એક એક શ્રેણીમાં અંત વિનાના પ્રદેશો. એવી અનંતી શ્રેણીના પ્રદેશો જેનો પાર ન મળે. આહાહા.! ભગવાન! તારી મહિમા તો જો! તું ક્યાં રોકાઈ ગયો? ક્યાં મીઠાશમાં તું રોકાઈ ગયો? પ્રભુ! આહાહા...!
એવા અનંતા... અનંતા. અનંતા... અનંતા ગુણોનો અનંત અનંત અનંત અનંતમાં અનંત અનંત અનંત છેલ્લું અનંત જેમાં નથી, એમ કહે છે. આહાહા...! જેમ આકાશમાં છેલ્લો કોઈ ભાગ જ નથી. આહાહા...! કહો, આવું સાંભળ્યું હતું ક્યાંય? આ દિગંબર ધર્મ આ છે. આહાહા...! એટલી એટલી શક્તિ છે. શિષ્ય પૂછ્યું કે, પ્રભુ તો અનંત શક્તિનો ધણી છે તો એક શક્તિ કર્મનું કરે, પરનું કરે એવી શક્તિની શું કરવા ના પાડો છો? ભાઈ! અનંતી શક્તિ છે પણ પરનું કરે એવી એકેય શક્તિ નથી. આહાહા...! સમજાણું કાંઈ? હાથને હલાવે એવી પણ એનામાં શક્તિ નથી. આવી અનંત શક્તિનો ધણી હાથને હલાવે એવી શક્તિ નથી. પ્રભુ! પણ એ તો પરનું કાર્ય, એમાં શક્તિ ક્યાં છે? આહાહા...! પોતાના અનંત ગુણો પવિત્ર છે તેનું પવિત્રનું પર્યાયનું કાર્ય તે તેનું કાર્ય છે. આહાહા...! એ હિસાબે ગણીને અહીંયાં ઇચ્છાને કર્મના ઉદયનું કાર્ય જાણે છે. ગજબ વાત, પ્રભુ આહાહા...! લોકોને આત્મા શું એની ખબર નથી. આત્મા એટલે છે, બસ! શરીરથી જુદો. પણ જુદો છે કેવડો અને કેટલો? આહાહા...!
આ શરીરમાં પરમાણુઓ જેટલી સંખ્યામાં છે, એથી અનંતગુણા એમાં ગુણ છે. આહાહા...! એ એક પરમાણમાં પણ એટલા જ ગુણ છે. ઓહોહો.! એવા પવિત્રના પિંડનું કાર્ય પવિત્ર હોય એમ ગણીને અહીંયાં રાગનું કાર્ય કર્મનું છે એમ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? આહાહા.! શું પ્રભુની ઘટના! આહાહા.! ત્રિલોકનાથના ભાવનો આ ઉપદેશ છે. એના બધા લખાણ છે છે. કેવળીના કેડાયતોએ કેવળીની વાતું કરી છે, પ્રભુ! આહાહા...! એક (થયો).
રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. મારી દશા તો અનંત આનંદ, અનંત પવિત્રતાનો ભાવ તે નિરોગ છે. આહાહા. આ રાગ તો રોગ છે. આહાહા...! હું તો અનંત... અનંત... અનંત... અનંત ગુણના કાર્યનો નિરોગતાવાળો પ્રભુ હું, એમાં રાગ રોગ છે. આહાહા...! ઇચ્છા તે રોગ છે. આહાહા...! શરીરના રોગ નહિ, હોં આ. શરીરનો રોગ એ રોગ જ નહિ, એ તો શરીરની પર્યાયનો તે કાળ છે તે પ્રમાણે પર્યાય થાય. એમાં એ રોગ છે