________________
ગાથા– ૨૧૮–૨૧૯
૩૬ ૧ રાગરહિત પરિણમવું એ જ એનો અભાવ ગુણ છે. આહાહા...! સમજાણું કાંઈ?
ભાવના ત્રણ પ્રકાર છે, એમાં ૪૭ (શક્તિમાં), ભાઈ! એક ભાવ એ છે કે પોતાનો સદ્ભાવ છે તે પણે થવું એવો ભાવગુણ છે. અને એક અભાવ છે. પરના અભાવ સ્વભાવરૂપે પરિણમવું એનો અભાવ ગુણ છે પણ એક ભાવ એવો છે કે ષકારકરૂપે વિકારપણે પરિણમે છે તેનાથી રહિતપણે પરિણમવું એવો ભાવ ગુણ છે અને એક ભાવ એવો ગુણ છે કે, પ્રત્યેક પર્યાય, દરેકમાં પ્રત્યેક પર્યાય તે કાળે થાય જ છે. એ ભાવ નામનો એક ગુણ છે. આહાહા.! ૪૭ શક્તિમાં એવા) ત્રણ પ્રકાર છે. આહાહા.! શું કહ્યું છે?
એક ભાવ ગુણ એવો છે અંદર ભગવાન આત્મામાં કે જેની દૃષ્ટિામાં) ત્યાં દ્રવ્યના સ્વભાવનો સ્વીકાર થયો એને સમય સમયમાં અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય જ. હું કરું તો થાય ને વિકલ્પ કરું તો થાય એ ત્યાં છે નહિ. આહાહા..! આવી વાતું હવે. સમજાણું કાંઈ? એ ભાવઅભાવ. એ રાગરહિતનો અભાવ નામનો ગુણ પોતાને કારણે રાગરહિત સ્વભાવપણે પરિણમે છે. રાગનો અભાવ એ રાગને કારણે નહિ પણ પોતાનો સ્વભાવ જ એવો છે કે રાગના અભાવ સ્વભાવરૂપે અભાવ ગુણ પરિણમે છે. અરે ! આવી વાતું. આહાહા.!
એ અહીં કહે છે કે, “સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી...” જોયું? ત્યાગરૂપ સ્વભાવવાળું હોવાથી, અભાવ સ્વભાવવાળું હોવાથી. આહાહા...! ભગવાન આત્માનું દ્રવ્ય જ સમકિતીને ખ્યાલમાં જે આવ્યું છે એ રાગના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી “જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. આહાહા...! ભારે વાત આ. ધર્મી જીવ એનો ધર્મનો સ્વભાવ, એના અભાવ સ્વભાવરૂપ છે. એથી તે રાગના ત્યાગના અભાવસ્વભાવરૂપ પરિણમન છે એનું. આહાહા! આવું ઝીણું પડે એટલે શું થાય પણ? “મૂળ માર્ગ સાંભળો જિનનો રે.” આવે છે ને “શ્રીમદ્દમાં? મૂળ માર્ગ આ છે. આહા.! શું કહ્યું છે?
ધર્માજીવ કર્મ મધ્યે રહ્યો હોવા છતાં પણ કર્મથી લપાતો નથી. કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે, રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી... આહા...! તેનો ત્યાગ એટલે અભાવસ્વભાવરૂપ હોવાથી જ્ઞાની...' રાગથી ‘અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.” આહા! એ ધર્મી દ્રવ્યનું સ્વરૂપ જ એવું છે. ધર્મી દ્રવ્ય એવું જે ધર્મી તત્ત્વ, એની જેને દૃષ્ટિ થઈ તે ધર્મી દ્રવ્યને પરના રાગના અભાવ સ્વભાવરૂપે પરિણમવું અને પરથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. રાગથી લિપ્ત થાય તેવા સ્વભાવવાળું એ દ્રવ્ય નથી. તેથી સમકિતી પણ પરના રાગથી લિપ્ત થાય એવો એ નથી. આહાહા...! સમજાણું કાંઈ? પછી. એ ધર્મીની વાત કરી.
જેમ લોખંડ કાદવ મળે પડ્યું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે....” તમારે હિન્દીમાં જંક કહે છે. આહાહા! એ લોઢાનો સ્વભાવ છે માટે. સોનાનો સ્વભાવ