________________
૨૭૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
પ્રવચન નં. ૨૯૦ ગાથા-૨૧૧ મંગળવાર, શ્રાવણ વદ ૧૪, તા. ૨૧-૦૮-૧૯૭૯
‘સમયસાર ૨૧૦ ગાથા થઈ. ૨૧૧. હવે, જ્ઞાનીને અધર્મનો પાપનો) પરિગ્રહ નથી એમ કહે છે – પહેલા એમ કહ્યું કે, ધર્મી જીવ પોતાને જ્ઞાયક સ્વભાવ (સ્વરૂ૫) અનુભવે છે, જાણે છે. તેને શુભભાવ આવે છે પણ એ શુભભાવ મારો છે અને મને લાભદાયક છે, એવી દૃષ્ટિ નથી. આવ્યું ને? ઇચ્છા પરિગ્રહ છે.” એ પુણ્ય-શુભભાવની ઇચ્છા થાય એ પરિગ્રહ છે. ધર્મીને એ ઇચ્છાનો પરિગ્રહ, શુભઉપયોગરૂપી ભાવની ઈચ્છા નથી તો તેને તે પરિગ્રહ નથી. ઝીણી વાત છે, ભાઈ! આ તો પહેલા દરજ્જાની વાત છે.
જેને જ્ઞાયક સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ હું છું એમ દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો તે જીવને શુભભાવ મારો છે, એવી ઇચ્છા થતી નથી. આહાહા.! બહારની ચીજ તો ક્યાંય રહી ગઈ. શુભઉપયોગ એ પુણ્ય છે, ઇચ્છા નથી કે એ મારી ચીજ છે. ઇચ્છા હોય તો મારી ચીજ છે, એ તો પરિગ્રહ (થયો), મિથ્યાષ્ટિ થયો. આહાહા...! શુભઉપયોગની ઇચ્છા છે અને મારી ચીજ છે એમ માને તો એ તો મિથ્યાત્વ છે. ઝીણી વાત, ભગવાના આમ આવો, હરિભાઈ” સમજાણું? આહાહા.! - ધર્મ, જેને ધર્મી એવો ભગવાન જ્ઞાયક સર્વજ્ઞ સ્વભાવી પ્રભુના આશ્રયે, દૃષ્ટિ–સમ્યગ્દર્શન થયું અને તેને આશ્રયે જે સમ્યજ્ઞાન થયું, એ જ્ઞાનીને શુભભાવની ઇચ્છા નથી. આહાહા...! જો શુભભાવની ઇચ્છા હોય તો એ પરિગ્રહ-પક્કડ થઈ ગઈ, તો ત્રિકાળી જ્ઞાયકની પક્કડ છૂટી ગઈ. આહાહા..! ત્રિકાળી ચૈતન્યમૂર્તિ, ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ, તેની જેને પક્કડઅનુભવ છે તો (તેને) રાગ, શુભભાવની પક્કડ નથી, ઇચ્છા નથી. આહાહા...! અને શુભભાવનો પરિગ્રહ-પક્કડ થઈ કે, મારો છે, તો જ્ઞાયકભાવની દૃષ્ટિ-પક્કડ છૂટી ગઈ. આહાહા.! બહુ કામ આકરું. એ શુભઉપયોગની વાત ૨૧૦માં કહી. શુભઉપયોગ. આહા..! ભગવાનની ભક્તિ, ભગવાનનો વિનય.... આહાહા.! એવો જે શુભભાવ, ધર્મીને એ શુભભાવ મારો છે, એવી દૃષ્ટિ નથી. આહાહા...! અને જો એ શુભભાવ મારો છે, એવી દૃષ્ટિ હોય તો સમ્યગ્દર્શન છૂટી જાય છે. ત્રિકાળી જ્ઞાયકની દૃષ્ટિ, નિજ ભાવ છૂટી જાય છે. આહાહા.! બહુ વાત (આકરી), બાપા! પ્રભુ! (આ) જન્મ-મરણના અંતની વાતું (છે), ભાઈ!
અહીંયાં તો લોકો કહે છે કે, સમ્યગ્દર્શન સાતમે (ગુણસ્થાને થાય છે, એમ કાલે આવ્યું હતું. અરે...! પ્રભુ! વળી એક કોર કહે કે “ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા.
ક્યાંય મેળ નથી. આહા...! ક્ષાયિક સમકિત એ સમકિત નથી? સાતમે તો ચારિત્ર, સમકિતપૂર્વક ચારિત્ર છે ત્યાં તો. આહાહા...! છë ગુણસ્થાને એમ કે, પ્રમાદ છે ત્યાં સુધી સમ્યજ્ઞાન નથી. અર.૨.૨.! આમ કહે છે.