________________
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નથી... આહાહા.... અનુભવી સમ્યગ્દષ્ટિને પણ રાગ ને દ્વેષ આવ્યા તો તેને સહન થતું નથી તો એ ક્રિયા, ચેષ્ટામાં આવી જાય છે. છે?
પીડા સહી શકાતી નથી તેથી તેમનો (રોગનો) ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે. આહાહા...! ‘તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી;” રાગનો પ્રેમ જ નથી, છૂટી ગયો. આખો અમૃતનો પિંડ પ્રભુ, અમૃતના સાગરનો જ્યાં સ્વાદ અંદર સમ્યગ્દર્શનમાં આવ્યો ત્યાં રાગને રોગ સમાન જાણીને તેનો ઉપચાર કરે છે તે પણ રોગનો ઉપચાર છે, મારી ચીજ નહિ. આહાહા..! અહીં તો મૂળ ચીજની વાત છે, ભઈ! અને સમ્યક આત્માના દર્શન વિના વ્રત ને તપ ને ભક્તિ, પૂજા લાખ, કરોડ કરે તોપણ એ ધર્મ નથી, સંસાર છે. શુભ ભાવ છે, સંસાર છે. આહાહા...! અને છ— હજાર સ્ત્રી સાથે લગન કરે તોપણ સમકિતી છે તો મોક્ષમાર્ગમાં છે. આહાહા! એ રાગને રોગ સમાન માને છે, રાગને ઝેર જાણે છે. ઝેરના પ્યાલા છે આ તો. કાળો નાગ જેમ દેખે, કાળો નાગ, એમ ધર્મી રાગને કાળા નાગ સમાન જાણે છે. આહાહા.! સમજાણું કાંઈ?
હવે શું કહે છે? “કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે...” રાગને મટાડવાનો જ સમ્યગ્દષ્ટિ ઉપાય કરે છે “અને તે મટવું પણ પોતાના જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે.” આહાહા.! એ રાગનો નાશ કરવું પણ કેવી રીતે થાય છે? કોઈ ક્રિયા કરું, દયા, દાન, વ્રતથી રાગ નાશ થાય છે એમ તે માનતો નથી. મારો આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાનસ્વરૂપ જ્ઞાયક આત્મા, તેના શુદ્ધ પરિણમનથી રાગ મટે છે. સમજાણું? છે? આહાહા...! તેને મટાડવાનો ઉપાય, તેનું મટવું પણ પોતાના જ્ઞાનપરિણામ, જ્ઞાન નામ આત્મા, શુદ્ધ ભગવાન આત્માનું પરિણમન. આહાહા. વીતરાગી પરિણમનથી રાગને મટાડવા ચાહે છે. રાગથી રાગને મટાડવો એમ નહિ. રાગને રાગથી મટાડવો એમ નહિ, કે ભઈ! અશુભ રાગ છે તો હું શુભ રાગ દયા, દાન કરું તો રાગ મટે, એમ છે નહિ. આહાહા...! એ અશુભ રાગ અને શુભ રાગ, ધર્મીને પોતાના વીતરાગમૂર્તિ સ્વરૂપનો અનુભવ હોવાથી રાગનું મટાડવું પોતાની શુદ્ધ પરિણતિથી મટાડવા ચાહે છે. સમજાણું કાંઈ? આહાહા. આવો માર્ગ છે. આ તો પંડિતજીએ લખ્યું છે, “જયચંદજી પંડિતે ખુલાસો કર્યો છે કે, આ કહે છે કે, જ્ઞાનીને આત્માનું ભાન છે અને રાગને છોડી ધે છે, તેનો અર્થ શું છે? ગાથા આવી ને? તેનો આ અર્થ છે. આહાહા...!
પહેલી ચીજ પણ એ સમ્યગ્દર્શન પામવું એ શું ચીજ છે? આહાહા...! એ કોઈ વ્રત ને તપ ને જાત્રા ને દાન ને દયા ને લાખો, કરોડોના મંદિર બનાવવા, તેનાથી સમ્યગ્દર્શન થાય છે, એમ છે નહિ. આહાહા...! ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો, અતીન્દ્રિય અનંત, અતીન્દ્રિય અનંત ગુણનો પિંડ ભંડાર છે અને તે પણ પૂર્ણાનંદ પૂર્ણ છે. આહાહા...! એ તરફની દૃષ્ટિ ઝુકવાથી પૂર્ણ આત્માને જ પોતાનો માને છે, એક સમયની પર્યાયને પણ પોતામાં નથી માનતો, એ તો હેય છે. આહાહા...! રાગ તો હેય છે પણ જે પર્યાય દ્રવ્યનો