________________
૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આશ્રય કરવો એ જ ધર્મ છે અને તે જ શરણ છે. બાકી ધૂળધાણી. કરોડો રૂપિયા હો, અબજો રૂપિયા હો, માટી–ધૂળ છે. આહા.! એ ધૂળ અજીવને પોતાની માને એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! અજીવને જીવ માને એ તો અજીવ છે. આહાહા...!
અહીં કહે છે, સમ્યગ્દષ્ટિને... આહાહા...! મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી. આવા મિથ્યાદૃષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. આહાહા...! અજ્ઞાનીને તો બહારની પ્રવૃત્તિ દેખે, વ્રત ને તપ ને નગ્નપણું. આહાહા! સમ્યગ્દષ્ટિને ખબર પડે છે, તેને ખબર છે કે આ ક્રિયા, પ્રવૃત્તિ કરે છે પણ અંદર રાગને પોતાનો માને છે, આત્માનું જ્ઞાન નથી. સમજાણું? એ “તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે.” છે ને? (
મિથ્યાષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને.' તફાવત નામ આંતરો, બે વચ્ચેનો ફેર. શું ફેર છે? મિથ્યાદૃષ્ટિનો રાગનો પ્રેમ, સમ્યગ્દષ્ટિનો આત્માનો પ્રેમ, તેનો તફાવત સમ્યગ્દષ્ટિ જાણે છે. આહાહા...! આવી વાત છે. સંપ્રદાયને આકરું લાગે. આહાહા...!
“મિથ્યાષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી.” છે? અધ્યાત્મશાસ્ત્ર, બાપુ! આ તો ત્રણલોકના નાથ તીર્થંકરદેવની દિવ્યધ્વનિ (છે). “ૐ કાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે ૐકાર ધ્વનિ સુણી મહાવિદેહમાં ભગવાન બિરાજે છે ત્યાં અત્યારે ૐકાર ધ્વનિ નીકળે છે. “ૐકાર ધ્વનિ સુણી, અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવા સંશય નિવારે આ બનારસીદાસ (નું લખેલું છે). “બનારસી વિલાસ' છે એમાં આ લખ્યું છે. “ૐકાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” લાયક પ્રાણી છે તે મિથ્યાત્વનો નાશ કરી શકે છે. અજ્ઞાનીએ તો અનંતવાર સાંભળ્યું, મહાવિદેહમાં અનંતવાર જન્મ થયો, સમવસરણમાં અનંતવાર ગયો અને હીરાના થાળ, મણિરત્નના દીવડા અને કલ્પવૃક્ષના ફૂલથી સમવસરણમાં ભગવાનની અનંતવાર આરતી ઉતારી. (એથી) શું થયું? એ તો રાગ છે, એ તો વિકલ્પ છે. આહાહા...! સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો અંતર – તફાવત શું છે એ સમ્યગ્દષ્ટિ જાણે છે. આહાહા...! અજ્ઞાનીને તો ખબર નથી કે ધર્મ શું છે, અધર્મ શું છે? ઝીણી વાત છે, ભાઈ!
મિથ્યાષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે–વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે... અધ્યાત્મશાસ્ત્ર વાંચે (એમાં) વ્યવહારને હેય કહ્યો છે. તો પોતાના નિશ્ચયના ભાન વિના વ્યવહારને છોડી અશુભમાં ચાલ્યો જાય છે. સમજાણું? વ્યવહારને છોડીને, સર્વથા છોડીને, હોં! “ભ્રષ્ટ થાય છે. અર્થાત્ અશુભ ભાવોમાં પ્રવર્તે છે. આહાહા...! “અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના...” અધ્યાત્મમાં પોતાનું સ્વરૂપ શું કહ્યું છે? પોતાનું આનંદ સ્વરૂપ રાગથી ભિન્ન નિર્વિકલ્પ, આહાહા...! એ નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના...' સારી રીતે એટલે? જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે એવો અનુભવ થયા વિના, અનુભવ કરીને જાણ્યા વિના. આહાહા.! “વ્યવહારથી જ મોક્ષ માને છે,...”