________________
ગાથા૨૦૧-૨૦૨
૧૨૩ કહે છે, “ભલે શ્રુતકેવળી જેવો હો...” શ્રુતકેવળી જેવો. શ્રુતકેવળી તો સમ્યગ્દષ્ટિ હોય છે એ ભાવશ્રુતકેવળી અને તેનું શાસ્ત્રનું બાર અંગનું વિશેષ જ્ઞાન હોય તો શ્રુતકેવળી છે. અહીં તો શ્રુતકેવળી જેવો. સર્વ આગમધર, પાઠ છે ને? સર્વ આગમ જાણે છે. આહાહા...! રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ.” આ રોગ લાભદાયક છે, એમ. લેશમાત્ર રાગ કહ્યું છે તો રાગ તો સમકિતીને ત્રણ કષાયનો રાગ છે. પણ રાગને પોતાનો માને છે એવો લેશમાત્ર પણ ભાવ હો. અજ્ઞાનમય કહ્યું ને? આહાહા...! “અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે.” “રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ.” આહા...! તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે... આહાહા...! શુભ રાગના અંશમાત્રને આદરણીય માને છે અજ્ઞાનમય રાગ ભાવ છે. એ શ્રુતકેવળી જેવો હો તોપણ તે “જ્ઞાનમય ભાવના અભાવને લીધે તેને રાગથી ભિન્ન ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ, તેના જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનીના જ્ઞાનનો અભાવ છે. “જ્ઞાની” શબ્દ આત્મા. આહાહા...!
ચિદાનંદ પ્રભુ ત્રિકાળ શાશ્વત ટંકોત્કીર્ણ જ્ઞાનપિંડ પ્રભુ. આત્મા તો શાશ્વત જ્ઞાનપિંડ છે. આહાહા.! ટંકોત્કીર્ણ કહ્યું ને? ટંકોત્કીર્ણ કહો કે શાશ્વત કહો. આહાહા.! શાશ્વત વસ્તુ અંદર પૂર્ણાનંદ પ્રભુ પડી છે. તેનો જેને અનાદર છે અને લેશમાત્ર રાગ છે તેનો આદર છે તે “જ્ઞાનમય ભાવના અભાવે લીધે આત્માને નથી જાણતો;” રાગનો એક અંશ પણ છે તેની જેને રુચિ છે, આદર છે તો ભલે તેનું શ્રુતકેવળી જેવું જાણપણું હોય છતાં તે અજ્ઞાની છે, આત્માને નથી જાણતો. કેમકે આત્મા રાગરહિત છે તેનું જ્ઞાન નથી. આહાહા...! આકરું કામ બહુ. અત્યારે તો ધમાલ... ધમાલ... આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો...
“સોગાની' તો કહે છે કે, જ્યાં કરવું છે ત્યાં મરવું છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” મળ્યું છે? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” “સોગાની'નું? મળ્યું છે? નથી મળ્યું. આ બેનના વચનામૃત મળ્યા? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ' નથી મળ્યું. “સોગાની'નું બનાવ્યું છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” છે, બપોરે આવીને લઈ જજો. એમાં “સોગાનીએ લખ્યું છે કે, હું કંઈક કરું એવો કરવાનો ભાવ એ સ્વરૂપનું મરવું છે. સમજાણું? “કરે કર્મ સો હી કરતારા, જો જાને સો જાનમહારા, જાણે સો કર્તા નહિ હોઈ, કર્તા સો જાને નહીં કોઈ બનારસીદાસ છે તો “અમૃતચંદ્રાચાર્યનું, “અમૃતચંદ્રાચાર્યના કળશ છે તેનું તેમણે “સમયસાર નાટકમાં હિન્દી બનાવ્યું છે. બકરે કર્મ સો હી કરતારા' રાગનો વિકલ્પ છે તેને કરે તે કર્તા છે, અજ્ઞાની છે. જો જાને સો જાનહારા જ્ઞાની તો જાણે છે કે, રાગ છે. પણ જાણે છે. મારો નથી. મને લાભ નથી, મારામાં નથી, તેમાં હું નથી. આહાહા.! “કરે કર્મ નો હી કરતારા, જો જાને સો જાનહારા, કર્તા સો જાને નહીં કોઈ હું રાગનો કર્તા, રચનાર છું એમ માને તે આત્માને જાણતો નથી. જાને તો કર્તા નહીં હોઈ આહાહા...! આત્મા જ્ઞાનસ્વરૂપ ભગવાન ચૈતન્યમૂર્તિ, તેનું જેને જ્ઞાન થયું