________________
શ્લોક-૧૩૭
૧૦૯
કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા...' બંધ પોતાના અશુદ્ધભાવથી (થાય છે). અશુદ્ધ નામ શુભાશુભભાવ. શુભ ને અશુભ બેય અશુદ્ધ છે. મહાવ્રત ને અવ્રતના પરિણામ, બેય અશુદ્ધ છે. આહા..! તો અશુદ્ધ ભાવથી બંધ થાય છે અને શુદ્ધ ભાવથી મુક્તિ થાય છે. એ શુભભાવથી નહિ, શુદ્ધ ભાવથી. આહાહા..!અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભભાવો તો બંધનાં જ કારણ હતા...' ચાહે તો મહાવ્રતના પરિણામ, ભગવાનના વિનયના પરિણામ, ભક્તિના, પૂજાના, દાનના, દયાના, મંદિર બનાવવા ને પૂજા, ભક્તિ કરાવવી એ બધા ભાવ શુભભાવ છે. આવે છે, પણ છે બંધનું કારણ. આહાહા..!આકરું કામ છે. પોતાને માટેની વાત છે આ તો, દુનિયા માને, ન માને અને એને કંઈ સત્ને સંખ્યાની જરૂ૨ નથી. ઝાઝા માને તો સત્ કહેવાય અને થોડા માને તો સત્ ન કહેવાય, એવું તો છે નહિ. સત્ તો સત્ જ છે. ભલે એક જ સત્ માને તોપણ સત્ જ છે. આહાહા..!
‘કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા....' ઓલામાં તો આવ્યું હતું ને? ‘રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભભાવોથી પોતાનો મોક્ષ માને છે...’ એ આવ્યું હતું અંદર. બંધ-મોક્ષ તો પોતાના પરિણામથી થાય છે. શુભાશુભભાવો તો બંધના જ કારણ...' છે. ચાહે તો મહાવ્રત હો અને ચાહે તો સમિતિ, ગુપ્તિ આદિ હો, વ્યવહાર. આહાહા..! શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળવું એ પણ શુભભાવ છે, એ શુદ્ધ નથી. બ્રહ્મચર્ય તો બ્રહ્મ નામ આનંદ નામ પ્રભુ આત્મા આનંદસ્વરૂપમાં ચર્ય નામ ૨મવું. અંતર આનંદમાં રમવું એ બ્રહ્મચર્ય છે. આહાહા..! શુભભાવ પણ અબ્રહ્મ છે, બ્રહ્મચર્ય નહિ. શુભભાવ પણ રાગ છે, અનાચાર છે. આહાહા..! સ્વભાવનો શુદ્ધ ઉપયોગ એ જ આચાર છે. આહા..! ‘નિયમસાર’માં કહ્યું આચાર, અનાચાર. આહા..!
છે
-
શુભાશુભભાવો તો બંધના જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું,...’ પદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. તેનાથી કોઈ બંધ, મોક્ષ થાય છે (એમ નથી). પરદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે તો અત્યંતઅભાવ છે. આહાહા..! આ શરીરની પર્યાય થાય છે અને આત્માની થાય છે), બે વચ્ચે તો અત્યંતઅભાવ છે. અત્યંતઅભાવમાં એક પર્યાય બીજીને કરે એવું કચાંથી આવ્યું? આહાહા..! પ્રત્યેક ક્ષણે પ્રત્યેક દ્રવ્યની પર્યાય અને પરદ્રવ્યની વચ્ચે પ્રતિક્ષણે અત્યંતઅભાવ છે. આહાહા..! તો પ્રતિક્ષણમાં પરદ્રવ્યની પર્યાય પદ્રવ્યમાં કંઈ કરે, એ ત્રણકાળમાં થતું નથી. આહાહા..! ‘શુભાશુભભાવો તો બંધના જ કારણ હતા અને પદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું.' પરદ્રવ્યથી શુભભાવ થયો એ મોક્ષનું કારણ છે, અશુભ એ બંધનું કારણ છે એમ માન્યું. આહા..! તો તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું.’