________________
૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ રસ છૂટ્યા નથી. આહાહા...!
મિથ્યાદૃષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્ભાવને લીધે...” જોયું? રાગનો નાનામાં નાનો કણ હોય, પણ જેના પ્રેમમાં રંગાઈ ગયો છે. આહાહા...! એ વિષય ન સેવે તોપણ સેવતો કહેવાય છે. આહાહા...! આટલો બધો ફેર. ‘વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.” આહાહા.! એ રાગના પ્રેમમાં પડ્યો, બહારમાં સ્ત્રીનો ત્યાગ હોય, કુટુંબનો ત્યાગ (હોય), દુકાન, ધંધાનો ત્યાગ (હોય, પણ છતાં અંદરમાં એ સેવક જ છે. આહાહા.! વિશેષ વાત કરશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ર૭૪ ગાથા–૧૯૭, ૧૯૮, શ્લોક–૧૩૬ શનિવાર, અષાઢ વદ ૫, તા. ૧૪-૦૭-૧૯૭૯
ગાથા–૧૯૭ ના ભાવાર્થ ઉપર પ્રવચન
ભાવાર્થ છે ને ? ૧૯૭ (ગાથાનો) ભાવાર્થ. “નિર્જરા અધિકાર'. કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપાર-વણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ–નોકર કરે છે તોપણ તે વેપારી નથી.” એનો એ સ્વામી નથી. કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી.” લાભ-નુકસાન તો શેઠને છે, નોકર કામ ગમે એટલું કરે. “તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘરે બેઠો હોય. કાલે રાણપુરનું કહ્યું હતું ને ? એક શેઠ(ને) નોકર (કહે છે), અહીંથી ચાલ્યા જાઓ, તમારું કામ નથી, તમે ઘરે ચાલ્યા જાઓ.” સમજી જાય (કે), આપણું કામ નહિ, છે એનું કામ, નોકરનું કામ છે).
ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તે જ વેપારી છે. આ દૃષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી,... આહાહા...! કરવા જેવું આ છે એવું પહેલું વલણ તો કરે કે આત્મામાં અતીન્દ્રિય આનંદ છે. જે આનંદના સ્વાદ આગળ ચૌદ બ્રહ્માંડ જેને તુચ્છ લાગે છે. એવો આત્મામાં એ આનંદ છે. અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન છે. એ અતીન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો, જાણવામાં આવ્યું કે આ તત્ત્વ તો અનંત જ્ઞાન અને અનંત આનંદથી ભરેલો પદાર્થ છે. એવું જેને અંતર દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યું એ સમ્યગ્દષ્ટિ કામ કરતા છતાં એ કરતો નથી. આ.હા...! કેમકે એનો સ્વામી