________________
શ્લોક–૧૩૭
૧૦૫
છે. આહા.! જ્યાં સુધી સ્વરૂપમાં ચારિત્રની પૂર્ણ લીનતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને રાગ તો આવે છે. છે ને? “અવિરતસમ્યગ્દષ્ટિ' (એટલે) ચોથે, પાંચમે, છછું. “ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યકત્વ કેમ છે? તમે તો કહો છો, રાગ હોય તો સમકિત નથી.
‘તેનું સમાધાન :- અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે.” દેખો! અહીંયાં તો રાગનો પ્રેમ છે, રાગની રુચિ છે એવું મિથ્યાત્વ અને અનંતાનુબંધી, અનંત નામ મિથ્યાત્વની સાથે રહેનાર, અનંતાનુબંધી કષાય નામ મિથ્યાત્વ અને અનંતાનુબંધી. અનંત એટલે મિથ્યાત્વ, એ મિથ્યાત્વની સાથે રહેનારો કષાય, તેની અપેક્ષાએ અહીંયાં રાગ કહ્યો છે. એ રાગ જ્ઞાનીને છે નહિ. સમજાણું કાંઈ? આહાહા.પ્રધાનપણે તેની મુખ્યરૂપે વાત કહી છે.
જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં..” આહાહા.! શરીરમાં, વાણીમાં, સ્ત્રી, કુટુંબ-પરિવારમાં કે આ સ્ત્રી મારી છે, દીકરો મારો છે, લક્ષ્મી મારી છે. આહા.! એ રાગ મારો છે એવી આત્મબુદ્ધિ થાય છે. આહાહા.પ્રતિકૂળ સંયોગ જોઈને દ્વેષ થાય છે તો સંયોગી ચીજ છે એ તો શેય છે. સંયોગી ચીજ કોઈ દુઃખનું કારણ છે નહિ. સંયોગી કોઈપણ ચીજ. સર્પનું ઝેર અને વીંછીનો ડંખ, એ તો શેય છે. શેયમાં બે ભાગ નથી કે આ અનુકૂળ અને આ પ્રતિકૂળ એમ શેયમાં બે ભાગ નહિ. શેય તો એક પ્રકારનું છે તેમાં અજ્ઞાનીએ બે ભાગ પાડી દીધા કે આ ઠીક છે અને આ અઠીક છે. એ રાગ ને દ્વેષ કર્યો એ જ મિથ્યાત્વ ભાવ છે. આહાહા..માર્ગ વીતરાગનો બહુ સૂક્ષ્મ છે, ભાઈ!
જેનાથી ભવના અંત આવે. આહાહા...!અનંત અનંત ભવ કર્યા, ચોરાશી લાખ યોનિમાં નરક અને નિગોદમાં રખડ્યો). નિગોદમાં એક અંતર્મુહૂર્તમાં અઢાર ભવ, એવા ભવ) અનંતવાર કર્યા. નિગોદમાં પણ અનંતવાર એક અંતર્મુહૂર્તમાં અઢાર ભવ (કર્યા), એવું એકવાર નહિ, અનંતવાર કર્યું. આહાહા.પ્રભુ! તારા દુઃખની વ્યાખ્યા ભગવાન પણ પૂરી કહી શકે નહિ. આહા.! એવા દુઃખ વેક્યા છે, એક સમ્યગ્દર્શન વિના. બાકી તો પંચ મહાવ્રતાદિ ક્રિયાઓ બહુ કરી. રાગના પ્રેમથી, એ તો પરદ્રવ્યનો પ્રેમ છે. આહાહા...!
જ્યાં સુધી “આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાન શ્રદ્ધાન નથી.” રાગ પર છે અને ભગવાન આનંદકંદ ભિન્ન છે, એવું સ્વપરની ભિન્નતાનું જ્ઞાન નથી. આહાહા.ચાહે તો મહાવ્રતના પરિણામ હોય પણ એ રાગ જ છે અને આત્મા રાગ નથી. આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. નવ તત્ત્વ છે કે નહિ? તો નવ તત્ત્વમાં પુણ્ય પરિણામ ભિન્ન છે, પાપ ભિન્ન છે અને જ્ઞાયક જીવતત્ત્વ ભિન્ન છે. નવ છે. નવ તત્ત્વમાં જ્ઞાયકતત્ત્વ છે તે રાગ નથી અને રાગતત્ત્વ છે તે જ્ઞાયકતત્ત્વ નથી. (એવું ન હોય તો) નવ તત્ત્વ ક્યાંથી