________________
એ કઈ એવી દવા નથી કે શીશી ભરી આપી દેવાય કે પવાલામાં નાખી પી લેવાય ! ! !
એ અપૂર્વ અજોડ અદ્વિતીય અને અસાધારણ વસ્તુ. છે. ! એ આપણા ચૈતન્ય–વરૂપ આત્મામાં જ છે !! આપણે તે આનંદની ગવેષણા કરી અનુભવ કરવાને છે !
ઝગમગતે દીપક અધકારના આવરણને ભેદી દશ્યમાન જડ પદાર્થ સમુહને દેખાડે છે, તેમ મહાપુરુષોના ગ્ર આનંદ પ્રાપ્તિના ઉપાય જણાવે છે, અને ઉપાય જાણ્યા પછી એના અમલીકરણ માટે પુરુષાર્થ કરે, એ. આપણી પોતાની પવિત્ર ફરજ છે.
સમાધિશતક” એ આત્માને આનંદમાં સ્થાપન કરવા માટેના ઉપાયોને જ્ઞાપન કરે સે કલેક પ્રમાણને. સુંદરતર સંસ્કૃત ભાષાને આધ્યાત્મિક ગ્રન્થ છે.
આ ગ્રંથના કર્તા દિગંબર સંપ્રદાયના આચાર્ય શ્રી પ્રભેજી છે, જેને શ્રી પૂજ્યપાદ સ્વામી પણ કહેવામાં આવે છે
આ ગ્રંથ ઉપર દિગંબર આચાર્ય શ્રી પ્રમચંદ્રજી એ ટીકા પણ લખી છે
છતાં જોવાની ખૂબી એ છે કે શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય પ૦ પૂ. ન્યાયવિશારદુ ન્યાયાચાર્ય શ્રી યશવિજયજી મહોપાધ્યાયજીએ આ શ્રેષ્ઠ ગ્રંથ ઉપર એ લેકના જ ભા વાળું બાળજીના બેધને અનુલક્ષી દોધક છંદમાં ગૂર્જર ભાષીય શતક બનાવ્યું છે.