________________
પ્રસ્તાવના
આનંદની અભીપ્સા સૌ સચેતન પ્રાણીમાં પડેલી જ હોય છે માત્ર અભીપ્સા જ હોય છે એટલું નહિ પણ. આનંદની પ્રાપ્તિ માટે પિતાના જ્ઞાન, શક્તિ અને આવડત, પ્રમાણે હરહંમેશ મંદ કે તીવ્ર પ્રયત્ન પણ કરતે જ હોય છે.
આજના ઉદ્યાને, ક્રિડાંગણ, ચલચિત્રગૃહ, સ્નાનાગારો વિગેરે મનરંજનને લગતી ચીજે આનંદ મેળવવાને. ખાતર જ સર્જન કરવામાં આવેલી છે.
આ કૃતિમ સાધનો દ્વારા પ્રાપ્ત થતા આનંદનું સ્થિરીકરણ અતિઅલ્પ પ્રમાણનું હોય છે, વસ્તુતઃ એ આનંદ, આનંદ જ ન ગણાય, એ તે આનંદને આભાસ માત્ર હોય છે.
પરોપકાર પ્રવણ મહાપુરૂષોએ સ્થિર આનંદનું સ્થાન અને આનંદ પ્રાપ્તિના ઉપાયે સુંદર રીતે દેખાડેલા છે. એ. ઉપાયો દ્વારા હરકેઈ સુજ્ઞ આનંદ મેળવી શકે છે.
શાન્ત અને નિખાલસ મનથી વિચાર કરતાં સહુ સહેજે સમજી શકે છે કે આનંદ એ આત્મામાં જ છે !
એ કઈ બહારને પદાર્થ નથી કે દેખાડી શકાય !!
એ કોઈ એવી વસ્તુ નથી કે થોકબંધ રૂપીયાના બંડલ દ્વારા વેચાતી લઈ શકાય !!!