________________
અર્થસંકલના –
અરિહંત ભગવંતેને નમસ્કાર છે. સિદ્ધ ભગવંતને નમસ્કાર છે. આચાર્ય મહારાજને નમસ્કાર હો. ઉપાધ્યાય મહારાજોને નમસ્કાર હો. લોકમાં રહેલા સર્વસાધુઓને નમસ્કાર હે.
આ પાંચ પરમેષ્ઠીને કરેલે નમસ્કાર સર્વ પાપને વિનાશ કરનાર તથા બધાં મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે. ૧. સૂત્રપરિચય–
આ સૂત્રવડે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. તેથી તે “પંચ પરમેષ્ઠિ નમરકાર” કે “નમસ્કાર મંત્રીના નામથી ઓળખાય છે. શાસ્ત્રોમાં આ સૂત્રને પંચમંગલ” તથા “પંચમંગલમહાગ્રુતસ્કંધ' તરીકે પણ ઓળખાવેલું છે.
નમવાની ક્રિયાને નમસ્કાર કહેવામાં આવે છે. આ ક્રિયા દ્રવ્યથી પણ થાય છે અને ભાવથી પણ થાય છે, તેથી નમસ્કારના દ્રવ્યનમસ્કાર અને ભાવ-નમસ્કાર એવા બે પ્રકારો પડે છે. માથું નમાવવું, હાથ જોડવા, ઘૂંટણે પડવું વગેરે દ્રવ્યનમસ્કાર” કહેવાય છે અને મનને વિષય તથા કષાયમાંથી મુક્ત કરી તેમાં નમ્રતાને ભાવ લાવે, તેને ભાવનમસ્કાર કહેવાય છે. દ્રવ્યનમસ્કાર તથા ભાવનમસ્કારથી નમસ્કારની ક્રિયા પૂર્ણ થઈ ગણાય છે.
નમસ્કાર-મંત્રનું સ્મરણ કરવાથી સર્વ અશુભ કર્મોને નાશ થાય છે તથા સર્વશ્રેષ્ઠ મંગલ થયું ગણાય છે, તેથી શાસ્ત્રને અભ્યાસ કરવો હોય, શાસ્ત્રને ઉપદેશ દેવો હૈય, ધાર્મિક ક્રિયા કરવી હોય, ધાર્મિક ઉત્સવ કરવો હેય અથવા માઈ પણ શુભ કાર્ય કરવું હેય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org