________________
૩૧
એવી રીતે મારા વડે નામપૂર્વક સ્તરાયેલા, દૂર કર્યા છે. રજ અને મલરૂપી કને જેમણે અને જેમનાં જરા મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલાં છે એવા વીસેય તેમજ અન્ય પણું કેવળજ્ઞાની શ્રી તીર્થકર ભગવંતે મારા પર પ્રસન્ન થાઓ.
પિતપતાના નામથી સ્તવાયેલા, મનવચન-કાયા વડે વંદાયેલા અને પુષ્પ આદિથી પૂજાયેલા જે આ લેકમાં ઉત્તમ છે અને કૃતકૃત્ય થયેલા છે, તેઓ (શ્રી તીર્થકર ભગવંત) મને આરોગ્ય સિદ્ધપણું) પ્રાપ્ત કરવા માટે બેધિલાભ અને શ્રેષ્ઠ ભાવસમાધિ આપો. ૬.
ચંદ્રો કરતાં પણ વધારે નિર્મળ, સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સૂમુદ્ર કરતાં પણ ગંભીર અને કૃતકૃત્ય થયેલા તેઓ મને સિદ્ધિ-મેક્ષ આપે. ૭, સૂત્રપરિચય
આ સૂત્રમાં ચોવીસ તીર્થંકરોનું સ્તવન કરવામાં આવ્યું છે, તેથી તે ચવીસત્ય સુત્ત ” કે “ચતુર્વિશતિજિન–સ્તવ' તરીકે ઓળખાય છે.
સૂત્રની પહેલી ગાથામાં જણાવ્યું છે કે હું જે ચોવીશ અહંતુ ભગવંતોની સ્તુતિ કરીશ તે લેકનો પ્રકાશ કરનારા છે અર્થાત આ વિશ્વના તમામ પદાર્થોનું સર્વસ્વરૂપ જાણુનારા છે, ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા છે, જિન છે અને કેવળજ્ઞાની છે.
સૂત્રની બીજી ત્રીજી અને ચોથી ગાથામાં ચોવીશ તીર્થકરોનાં નામ લઈને વંદના કરવામાં આવી છે અને પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથામાં તેમને પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પ્રથમ તેમનો પ્રસાદ (કપા) માગે છે, પછી આરોગ્ય એટલે મોક્ષ, તેને માટે બોધિલાભ અને ઉત્તમ ભાવસમાધિ માગી છે અને છેવટે સિદ્ધિની ઈચ્છા પ્રકટ કરી છે.
અરિહંત ભગવાનનું સ્તવન કરવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે અને પરિણામે મુક્તિ પ્રાપ્ત થાય છે.
કાયોત્સર્ગમાં આ સૂત્રના પ્રત્યેક શબ્દને અર્થે વિચારવામાં આવે તે ભાવને ઉલ્લાસ થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે અને ધ્યાન માટેની યોગ્યતા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org