Book Title: Sachitra Sarth Samayika Chaityavandan
Author(s): Jain Sahitya Vikas Mandal Vileparle Mumbai
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 78
________________ ૬૯ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યકત્વ પામવાથી જ નિર્વિધનપણે મુક્તિપદને પામે છે. ૪. હે મહાયશસ્વી! ભક્તિથી ભરપૂર હૈયાવડે આ પ્રમાણે મેં તમને સ્તવ્યા. તેથી હે આરાધ્યદેવ! જિનેમાં ચંદ્ર સમાન! શ્રી પાર્શ્વનાથ ભગવંત! મને ભવભવ બધિ (જિન ધર્મની પ્રાપ્તિ) આપ. ૫. સૂત્રપરિચય– આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગુણેની સ્તવના બહુ સુંદર રીતે કરવામાં આવી છે અને તેને ઉપગ ચૈત્યવંદનમાં સ્તવન તરીકે થાય છે. નવસ્મરણમાં તેનું સ્થાન બીજું ગણાય છે આ સ્તોત્રની રચના વિષે નીચેની કથા પ્રચલિત છે. શ્રી ભદ્રબાહુસ્વામીને વરાહમિહિર નામને એક ભાઈ હતો. તેણે પણ જન દીક્ષા લીધી હતી, પરંતુ કેઈ કારણવશાત પાછળથી તે છોડી દીધી હતી અને જોતિષશાસ્ત્રદ્વારા પિતાની મહત્તા બતાવી જનસાધુઓની નિંદા કરતો હતો. એકવાર રાજાના પુત્રની જન્મકુંડળી વરાહમિહિરે બનાવી આપી અને કહ્યું કે “પુત્ર સે વર્ષને થશે.” રાજાને આ સાંભળી અત્યંત હર્ષ થયા અને વરાહમિહિરનું બહુમાન કર્યું. આ પ્રસંગનો લાભ લઈ વરાહમિહિરે રાજાના કાન ભંભેર્યું કે મહારાજ ! આપને ત્યાં કુંવરને જન્મ થવાથી બધા રાજી થઈ આપને મળવા આવી ગયા પણ જેનાના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા. તેનું કારણ તે જાણે ! રાજાએ તે સંબંધમાં તપાસ કરી તો શ્રીમદ્રબાહુસ્વામીએ જવાબ આપે કે નકામું બે વખત શું કામ જવુંઆવવું ? એ પુત્ર તો સાતમે દિવસે બિલાડીથી મરણ પામવાનો છે. રાજાએ આ વાત સાંભળી પુત્રની રક્ષા માટે ચોકી પહેરા મૂક્યા અને ગામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98