________________
૭૮
પ્રશ્ન-અરિહંત ભગવંતનાં ચયનું આલંબન લીધા પછી શું કરવામાં
આવે છે ? ઉત્તર –પ્રથમ તેમનાં વંદનનું નિમિત્ત લઈને ચિત્તને એકાગ્ર કરવામાં
આવે છે. પછી તેમનાં પૂજનનું નિમિત્ત લઈ ચત્તને એકાગ્ર કરવામાં આવે છે. આ રીતે સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બંધિલાભનું નિમિત્ત લઈને તથા મોક્ષનું નિમિત્ત લઈને ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે અને તેના વડે વંદનાદિથી જે લાભ મળે છે, તે મળે એવી ઈચ્છા રાખવામાં આવે છે.
પ્રશ્ન-જુદા જુદા વિષયમાં રમવાની ટેવવાળું ચિત્ત એકાગ્ર શી રીતે થાય?
ઉત્તર–જે શ્રદ્ધા કેળવવામાં આવે, સમજણ (મેધા) ખીલવવામાં
આવે, ધૃતિ (ચિત્તની સ્વસ્થતા) રાખવામાં આવે, ધારણાને અભ્યાસ કરવામાં આવે અને અનુપ્રેક્ષા વારંવાર ચિંતન)ને ફરી ફરીને આશ્રય લેવામાં આવે, તો ચિત્ત એક વિષયમાં એકાગ્ર થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org